અફેરના 22 વર્ષ બાદ માધુરી-સંજયનો થયો આમનો-સામનો, વિચાર્યુ પણ નહી હોય થયું કંઇક એવું

Sanjay Dutt and Madhuri Dixit

સંજય દત્ત અને માધુરી દીક્ષિતની જોડી બોલીવુડમાં અનેક હિટ ફિલ્મો આપી ચુકી છે. બંનેના અફેરની ચર્ચા બોલીવુડની ગલીઓમાં ઘણા સમય સુધી થઇ. પરંતુ તેમના સંબંધો વણસ્યા અને આ રિલ તથા રિયલ લાઇફ જોડી હંમેશા માટે તૂટી ગઇ. માધુરી અને સંજયને એક સાથે જોવા માટે આજ સુધી દર્શકોમાં એટલી જ આતુરતા છે. 22 વર્ષ બાદ બંને ફરી એકવાર ફિલ્મી પડદે સાથે નજરે આવશે.

Kalank

આજે ફિલ્મ કલંકનું ટિઝર લૉન્ચ થયુ છે પહેલા ચર્ચા હતી કે કલંકમાં સંજય દત્ત અને માધુરી દિક્ષીત સાથે ભલે કામ કરી રહ્યા હોય પણ એક પણ સીનમાં સાથે નહી હોય પણ ટીઝરમાં એક સીનમાં માધુરી અને સંજય દત્ત એક સાથે નજરે ચડ્યા હતા.

કરણ જૌહરના પ્રોડક્શન બેનર હેઠળ બનેલી ફિલ્મ ‘કલંક’માં વર્ષો બાદ માધુરી દિક્ષીત અને સંજય દત્ત સ્ક્રીન શેર કરી રહ્યા છે. આ ફિલ્મમાં બંને 22 વર્ષના લાંબા અંતરાળ બાદ ફિલ્મી પર્દે જોવા મળશે.

ટીઝર લૉન્ચ ઇવેન્ટમાં સંજય દત્તે વર્ષો બાદ માધુરીએ સાથે કામ કરવાના અનુભવને વર્ણવ્યો હતો. સંજયે આ ઈવેન્ટમાં માધુરીને સંજય દત્ત મેમ કહીને આદરથી બોલાવી રહ્યો હતો. કલંકમાં ધર્મા, વરૂણ, આલિયા, સોનાક્ષી, આદિત્ય તેમજ સૌથી વધુ મેમ માધુરી જી જેમની સાથે હું લાંબા અંતરાળ બાદ કામ કરી રહ્યો છુ.

સંજયે કહ્યુ કે આ સમગ્ર સ્ટાર કાસ્ટ સાથે કામ કરીને મને ખુબજ મજા આવી. સંજય દત્તની આ વાતો પર માધુરી દિક્ષીત પણ હસતી રહી હતી. સંજય દત્તે કહ્યુ કે હું વર્ષો બાદ માધુરી સાથે કામ કરી રહ્યો છુ. આટલા સમય બાદ ઇચ્છી રહ્યો છુ કે તેમની સાથે વધારેમાં વધારે કામ કરી શકુ.

માધુરી દિક્ષીતે પણ પોતાનો આ ખાસ અનુભવ વર્ણવતા કહ્યુ કે અમે 20 વર્ષથી વધારે સમય બાદ કામ કરી રહ્યા છીએ. થોડા સમય પહેલા જ મે અનિલ કપૂર સાથે પણ કામ કર્યુ છે હંમેશા જૂના કો-સ્ટાર્સની સાથે કામ કરવુ ખાસ હોય છે. તેમની સાથે જૂની યાદો જોડાયેલી હોય છે. કલંકમાં સંજય સાથે કામ કરવાનું અદ્ભુત અનુભવ રહ્યો. મલ્ટીસ્ટારર ફિલ્મ કલંક 17 એપ્રીલે રિલીઝ થવાની છે, ફિલ્મના પોસ્ટર, લુક, ટીઝરે સોશિયલ મીડિયા પર ધમાકેદાર રિસ્પોન્સ મેળવ્યો છે. આ ફિલ્મનું નિર્દેશન અભિષેક વર્મન કરી રહ્યા છે.

જણાવી દઇએ કે 90ના દશકમાં માધુરી દિક્ષીત અને સંજય દતે ખુબજ કમાલ કરી હતી. સંજય દત્ત સાથે માધુરી દિક્ષીતે 1991માં સાજન ફિલ્મમાં કામ કર્યુ હતુ. 1988માં ખતરોકે ખિલાડીમાં બંને એ પ્રતમ વખત સ્ક્રીન શેર કરી હતી. ખલનાયક ફિલ્મે ખુબજ ચર્ચા મચાવી હતી. આ બંનેની છેલ્લી ફિલ્મ મહાનતા હતી. જે 1997માં રિલીઝ થઈ હતી.

જણાવી દઇએ કે સંજય દત્ત અને માધુરી દિક્ષિતે ઇલાકા, કાનૂન અપના અપના, થાનેદાર, સાજન, ખલનાયક, શાહિબાન, તેમજ મહાનતામાં સાથે કામ કર્યુ હતુ.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter