GSTV

સંજય દત્ત અચાનક જ મુંબઇ છોડી વિદેશ રવાના, પત્ની માન્યતા પણ છે સાથે

સંજય

બોલિવૂડના મુન્નાભાઈ સંજય દત્ત હાલમાં ફેફસાના કેન્સરને કારણે પરેશાન છે. 11મી ઓગસ્ટે તેને ફેફસાનું કેન્સર હોવાના સમાચાર આવ્યા ત્યારથી તેના ફેન્સ ચિંતિત છે. આ બીમારીની જાણ થતાં જ તેણે ટ્રીટમેન્ટ લેવાની શરૂઆત કરી દીધી હતી. તાજેતરમાં જ તેણે મુંબઈની એક ખાનગી હોસ્પિટલમા કિમો થેરાપી લીધી હતી.

સંજય દત્તના ફેન્સ ચિંતિત

આ દરમિયાન એવા અહેવાલ આવ્યા છે કે સંજુબાબા અચાનક જ મુંબઈ છોડીને વિદેશ ચાલ્યા ગયા છે અને તેની પત્ની માન્યતા પણ તેની સાથે જ છે. એક્ટરે અચાનક જ મુંબઈ છોડીને વિદેશ જવાનો નિર્ણય લેતાં ફેન્સ પણ ચિંતિત છે. એમ કહેવાય છે કે સંજય દત્ત અને માન્યતા ચાર્ટર્ડ ફ્લાઇટ મારફતે વિદેશ ગયા છે.

ચાર્ટર્ડ પ્લેનમાં દુબઇ રવાના થયા સંજય દત્ત

સંજય દત્ત અને તેની પત્ની માન્યતા 15મીએ સાંજે એક સ્પેશિયલ વિમાન દ્વારા દુબઈ રવાના થયા હતા. એક અહેવાલ મુજબ સંજય દત્ત તેના પુત્ર શહેરાન અને ઇકરાનને મિસ કરી રહ્યો હતો. તેમને મળવા જ તે દુબઈ ગયો છે. લગભગ સાતથી દસ દિવસ દુબઈ રહ્યા બાદ તેઓ ફરીથી મુંબઈ આવી જશે.

સંજય દત્ત

સંજય દત્તના ફેફસાના કેન્સર બાદ તે એક મહિનાથી આ બીમારીનો સામનો કરી રહ્યો છે. ઘણી વાર તેને હોસ્પિટલમાં જતો સ્પોટ કરાયો છે. જોકે આ બીમારી છતાં તેણે પોતાનું કામ બંધ કર્યું નથી. તેણે શમશેરાનું શૂટિંગ જારી રાખ્યું છે.

Read Also

Related posts

આ પાંચમાંથી એક પણ વસ્તુ દહીંમાં મિક્ષ કરીને ખાવાની ટેવ હોય તો ચેતી જજો, કરે છે ખૂબ જ નુકશાન

Arohi

રાજસ્થાન: આ તારીખથી પર્યટકો માટે ખુલ્લો મુકાશે મેહરાનગઢ, કરવામાં આવી છે આ ખાસ વ્યવસ્થા

Bansari

અહીંયા ઉગે છે દુનિયાનું સૌથી ઝેરી મશરૂમ, માત્ર અડવાથી પણ થઈ જશો ગંભીર બીમારીનો ભોગ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!