GSTV
Gujarat Government Advertisement

સાત સમંદર પાર દિવાળી મનાવશે સંજય દત્ત, ખાસ તૈયારી કરી છે

Last Updated on November 12, 2020 by Mansi Patel

બોલિવૂડના એક્ટર સંજય દત્તે કેન્સર પર વિજય મેળવી લીધો છે અને ત્યારથી જ તે સમાચારમાં ચમકી રહ્યો છે. એક્ટર હવે તેની ફિલ્મોને કારણે ચર્ચામાં છે. જોકે તે દિવાળીમાં કાંઇક એવું કરવા જઈ રહ્યો છે જેનાથી તે ચમકારામાં આવશે તે નક્કી છે. એમ કહેવાય  છે કે કોરોના કાળમાં સંજય દત્ત ભારતથી દૂર સાત સમંદર પાર દિવાળી મનાવવાનો છે.

સંજય

સંજય દત્ત આ વર્ષે દુબઈમાં દિવાળીની ઉજવણી કરવાનો છે. તેનો આખો પરિવાર હાલ દુબઈમાં છે. આવામાં સંજય દત્ત પણ તેમની સાથે સમય પસાર કરી રહ્યો છે. કોરોનાનો પ્રકોપ ન હોત તો કેન્સરમાંથી સાજા  થવા બદલ સંજય દત્ત ધમાકેદાર પાર્ટી આપે તેમ હતો પરંતુ સરકારની ગાઇડલાઇનને કારણે તે આમ કરી શકે તેમ નથી અને તેથી જ સંજુબાબા દુબઈમાં પરિવાર સાથે દિવાળી મનાવશે.

View this post on Instagram

Gearing up for #Adheera!⚔️ #KGFChapter2

A post shared by Sanjay Dutt (@duttsanjay) on

ભારતમાં કોરોનાને કારણે લોકડાઉન લાદવામાં આવ્યું ત્યારથી સંજય દત્ત અને તેની પત્ની માન્યતા તથા બાળકો દુબઈ પહોંચી ગયા હતા. આમેય સંજય દત્ત માટે આગામી વર્ષ બીઝી રહેવાનું છે. તેથી જ આ વખતે તે પરિવાર સાથે દિવાળી મનાવી લેશે અને પછી વ્યસ્ત બની જશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

આતંકવાદ મુદ્દે પાકિસ્તાનના પાડોશી દેશે જ તેને દેખાડ્યો અરીસો, સંભળાવી ખરીખોટી

Pritesh Mehta

ડ્રેગનનો નવો પેંતરો / કોરોનાકાળમાં પણ ચીનની અવળચંડાઇ યથાવત, પેંગોંગ નજીક એકઠાં કર્યા અનેક હથિયારો

Dhruv Brahmbhatt

રાહતના સમાચાર/ શહેરમાં ટેસ્ટિંગ ડોમની પરથી લાઈનો ગાયબ થઈ ગઈ છે, કેસોમાં નોંધાઈ રહ્યો છે ઘટાડો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!