GSTV

યૂથ આઇકોન, નેચર લવર, નશામુક્તિના પ્રતીક તરીકે અભિનેતા સંજય દત્ત બન્યો અરુણાચલ પ્રદેશનો બ્રાન્ડ એમ્બેસેડર

Last Updated on December 1, 2021 by pratik shah

બોલીવૂડ સેલિબ્રિટીસ મોટા ભાગે કેન્દ્ર અને રાજ્ય સરકારોની યોજનાઓ સાથે જોડાતા હોય છે. આ પહેલા પણ ઘણા સુપરસ્ટાર સરકારી યોજનાઓના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. હાલ સંજય દત્ત અરુણાચલ પ્રદેશનો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો છે.

મુખ્યમંત્રી પેમા ખાંડૂ અને અસેમ્બલીના સ્પીકર પસાંગ સોના દોર્જીએ સંજય દત્તને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યાની ઘોષણા કરી

અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડૂ અને અસેમ્બલીના સ્પીકર પસાંગ સોના દોર્જીએ સંજય દત્તને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યાની ઘોષણા કરી હતી. સંજય દત્ત એક પ્રાઇવેટ પ્લેનથી ડિબુગઢ પહોંચ્યો હતો અને તેના પછી હેલિકોપ્ટર દ્વારા મેચુકા ઘાટી સોમવારે બપોરે પહોંચ્યો હતો.

યૂથ આઇકોન, નેચર લવર, નશામુક્તિના પ્રતીક તરીકે જોવા મળી રહ્યો છે

આ પ્રસંગે એક વીડિયો શૂટ કરીને એક કેમ્પેઇન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં સંજય દત્ત એક યૂથ આઇકોન, નેચર લવર, નશામુક્તિના પ્રતીક તરીકે જોવા મળી રહ્યો છે. આ કેમ્પેન દ્વારા રાજ્યમાં ટુરિઝમને વધારવાની યોજના છે. આ સાથે જ સંજય દત્ત સ્થાનિક યુવાનોની સાથે નશામુક્તિ માટે પણ કામ કરશે. રાજ્યમાં હાલ આ સમસ્યા વધવા લાગી હોવાથી તેને નાબૂદ કરવાના પણ સરકાર પ્રયાસ કરી રહી છે.

RED ALSO

Related posts

આરોગ્ય અધિકારીઓએ આપી ચેતવણી, ઘનિષ્ઠ વસ્તીવાળા વિભાગોમાં ઝડપભેર ફેલાશે કોરોના મહામારીનો વ્યાપ

GSTV Web Desk

પંજાબ ચૂંટણી / સિદ્ધૂ અને ચન્ની વચ્ચે ઝગડો, પછી ED ની રેડ: કેવી રીતે બેકફૂટ પર આવી રહી છે કોંગ્રેસ?

GSTV Web Desk

એક મહિલા પેસેન્જરની જીદના કારણે ૧૨૯ મુસાફરોની વિમાનયાત્રા થઈ રદ્, માસ્ક પહેરવાનો સ્પષ્ટપણે કરી દીધો ઈનકાર

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!