GSTV

સંજય દત્ત, અર્જુન કપૂર સ્ટારર ફિલ્મ ‘પાનીપત’ની તૈયારી શરૂ, ‘કલંક’ની રિલીઝ ડેટ કરાઇ જાહેર

ટોચના ફિલ્મ સર્જક આશુતોષ ગોવારીકર પોતાની મેગાબજેટ ઐતિહાસિક ફિલ્મ ‘પાનીપત’ માટે ભવ્યાતિભવ્ય સેટ બનાવડાવશે એવી માહિતી મળી હતી. અગાઉ આશુતોષ લગાન, જોધા અકબર અને મોહેં જો દારો જેવી ફિલ્મો આપી ચૂક્યા છે. જો કે મોહેં જો દારોને બોક્સ ઑફિસ પર ધારી સફળતા મળી નહોતી.

હાલ આશુતોષ પાનીપતનું પ્લાનિંગ કરી રહ્યા છે અને આ ફિલ્મ માટે તેમણે સિનિયર અભિનેતા સંજય દત્ત ઉપરાંત અર્જુન કપૂરને સાઇન કર્યા હતા. જોધા અકબરના આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઇ હવે પાનીપતના સેટ્સ તૈયાર કરશે. અગાઉ તેમણે જોધા અકબરમાં આગ્રા ફોર્ટના સેટ્સ એવા અદ્દલ તૈયાર કર્યા હતા કે જોનારા છેતરાઇ જાય કે આ ફિલ્મના સેટ્સ છે કે સાચુકલો કિલ્લો છે !

પાણીપત માટે આશુતોષ અને નીતિન દેસાઇએ ફરી એકવાર હાથ મિલાવ્યા છે અને આશુતોષે નીતિનને છૂટ્ટો હાથ આપી દીધો છે કે તમને યોગ્ય લાગે એ રીતે તમે સેટ નિર્માણનું કાર્ય ત્વરાએ શરૃ કરી દો.  આ ફિલ્મ ચાલુ વર્ષના ઉત્તરાર્ધમાં ફ્લોર પર જવાની ધારણા છે.

બીજી તરફ ટોચના ફિલ્મ સર્જક કરણ જોહરની આગામી ફિલ્મ ‘કલંક’ની રિલિઝ ડેટ બુધવારે જાહેર કરવામાં આવી હતી. સાથોસાથ એવી સ્પષ્ટતા પણ કરાઇ હતી કે સંજય દત્ત અને માધુરી બંને આ ફિલ્મમાં છે ખરાં પરંતુ એક પણ ફ્રેમમાં બંને સાથે નહીં હોય. લગભગ બે દાયકા બાદ આ બંને પરદા પર સાથે ચમકશે એવી માહિતી બે દિવસ પહેલાં વહેતી થઇ એના સંદર્ભમાં આ સ્પષ્ટતા કરવામાં આવી હતી.

સદા બને છે એમ કરણની આ ફિલ્મમાં પણ બહુ મોટી સ્ટાર કાસ્ટ છે. માધુરી દીક્ષિત, સોનાક્ષી સિંહા, આલિયા ભટ્ટ, વરુણ ધવન , આદિત્ય રોય કપૂર અને સંજય દત્ત આ ફિલ્મમાં ચમકી રહ્યાં છે. ફોક્સ સ્ટાર સ્ટુડિયો, કરણની ધર્મા પ્રોડક્શન્સ અને નડિયાદવાલા ગ્રાન્ડસન એમ ત્રણ મોટ્ટા બેનર આ ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે. કરણે કહ્યું કે આ ફિલ્મની કથા મારા માટે સંવેદનશીલ મુદ્દો છે.

મારા પિતા આ કથા પરથી ફિલ્મ બનાવવા ઉત્સુક હતા. પરંતુ તેમની હયાતીમાં આ ફિલ્મ બની નહીં. હવે હું બનાવવા જઇ રહ્યો છું.  આ ફિલ્મની કથા ૧૯૪૦ના દાયકાની મહાકાવ્ય જેવી એક કથા છે. શિબાની બથીજાની અત્યંત સંવેદનશીલ સ્ટોરી પરથી અભિષેકે સ્ક્રીપ્ટ તૈયાર કરી છે અને અભિષેક વર્મન પોતે એને ડાયરેક્ટ કરવાના છે. એણે વધુમાં કહ્યું કે આ ફિલ્મ અમે આવતા વર્ષના એપ્રિલની ૧૯મીએ રજૂ કરવાની યોજના ઘડી છે. અભિષેક એક અત્યંત કાર્યક્ષમ ડાયરેક્ટર છે અને એના હાથમાં આ સ્ટોરી મૂકતાં હું નિરાંત અનુભવી રહ્યો છું.

Related posts

ભારતીય સેના થશે વધુ મજબૂત/ આત્મનિર્ભર ભારત પ્રોજેક્ટ હેઠળ હથિયારો ખરીદશે સેના, 2290 કરોડ થયા મંજૂર

Pravin Makwana

કૃષિ બિલના વિરોધની વાતો વચ્ચે જાણે કોરોના ભૂલાયો, ગાંધીનગર ખાતે સોશિયલ ડિસ્ટન્સિંગના ઉડ્યા ધજાગરા

Nilesh Jethva

પેટાચૂંટણી : ગુજરાતમાં મોટાભાગની બેઠકો પર સરકાર સામે એન્ટિઇન્કમ્બસીનો માહોલ, ભાજપ ખાટલા બેઠકો કરશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!