GSTV

રક્ષાબંધનના પર્વ પર માસ્ક અને સેનેટાઇઝર રાખડીનો ટ્રેન્ડ વધ્યો

Last Updated on July 31, 2020 by Karan

કોરોનાનું ગ્રહણ રાખડીની ખરીદી પર પણ લાગ્યુ છે. ત્યારે આ વખતે વેપારીઓ ખાસ પ્રકારની રાખડીઓ તૈયાર કરાવી છે. જેમાં રાખડી પર સેનિટાઇઝર પોકેટ સાઈઝની બોટલ પણ જોવા મળી રહી છે. તો માસ્કવાળી રાખડી ગ્રાહકોમાં આકર્ષણ જમાવી રહી છે.

  • કોરોનાથી રક્ષા સાથે રક્ષાબંધન
  • માસ્ક અને સેનેટાઇઝર રાખીનો ટ્રેન્ડ

અવસર પર આફત છે.કોરોનાની મહામારી છે પણ પરંપરાને તહેવારને અનોખી રીતે કેવી રીતે ઉજવાય તેની સૂઝબૂઝ ગુજરાતીઓથી વિશેષ કોને હોય. કોરોનાની મહામારીમાં રક્ષાબંધનનું પર્વ આવી રહ્યુ છે ત્યારે સેનેટાઇઝર અને માસ્ક જે હાલમાં જીવનજરૂરી ગણાય છે તે બંનેને સામેલ કરીને સુરતમાં ખાસ ડિઝાઇનની રાખડી તૈયાર કરાઇ છે. પોકેટ સાઇઝની સેનેટાઇઝર બોટલ અને માસ્ક સાથેની રાખડી લોકોમાં ફેવરીટ બની રહી છે રાખડી ડિઝાઇનરે આ ખાસ રાખડી કોરોના કાળમાં રક્ષણ આપવાના મેસેજ સાથે તૈયાર કરી છે. આ રાખડીમાંથી સહેલાઈથી સેનેટાઈઝર અને માસ્ક કાઢી શકાય છે અને તેનો ઉપયોગ કરી શકાય છે. પોકેટ સાઈઝ સેનેટાઈઝર જે બે દિવસ સુધી ચાલે છે. આ રાખડીની કિંમત ત્રીસથી ચાલીસ રૂપિયા છે. હાલ બજારમાં રાખડીની ડિમાન્ડ વધી છે. કારણ કે હાલ કોરોનામાં બંને વસ્તુઓ રક્ષણ કરે છે અને મોબાઈલની જેમ તે પણ જીવનમાં જરૂરી બની ગયા છે. આ વર્ષે રક્ષાબંધનની ઉજવણીમાં જોઇએ તેટલો રસ નથી. ખરીદી ફિક્કી જોવા મળી છે…ત્યારે આ પ્રકારની અનોખી વેરાયટીઝ લોકોમાં ઉત્સાહમાં ચોક્કસપણે વધારો કરે છે.

READ ALSO

Related posts

Photos / મિલાન ફેશન વીકમાં રજૂ થયા ચિત્ર-વિચિત્ર વસ્ત્રો, જૂઓ ફેશનની લેટેસ્ટ તસવીરો

Zainul Ansari

Careful : નવરાત્રીને લઈને નવી કોરોના ગાઇડલાઇન પર જાણો શું કહે છે તબીબી નિષ્ણાતો?

Pritesh Mehta

મનપાનો મહાસંગ્રામ / 11 વોર્ડની ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસના 44-44 ઉમેદવારો મેદાને, શરૂ કર્યો લોકસંપર્ક

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!