GSTV

મોબાઈલને ખરાબ થતાં બચાવો,જાણો ફોનને સેનેટાઈઝ કરવાની 3 બેસ્ટ રીતો

કોરોના વાયરસને કારણે, લોકો આ દિવસોમાં દરેક વસ્તુને સેનેટાઈઝ કરે છે. જ્યારે પણ આપણે બહાર નીકળીએ છીએ, ત્યારે સૌથી વધુ સ્પર્શ કરાતી વસ્તુ આપણો મોબાઇલ ફોન હોય છે. કોઈ મહત્વપૂર્ણ કામ અથવા વાત કરવા માટે ફોનનો ઉપયોગ કરીએ છીએ. આવી સ્થિતિમાં, લોકો ઘરે આવીને તેમના ફોનને ડિસઈન્ફેક્ટેડ કરવા માટે સેનેટાઈઝ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે ખોટી રીતે ફોનને સાફ કરવાથી તમારા ફોનને નુકસાન થઈ શકે છે. જો તમે તમારા ફોનને એજ સેનિટાઇઝરથી સાફ કરો છો જેનો ઉપયોગ તમે તમારા હાથ માટે કરો છો, તો તમારો ફોન ખરાબ થઈ શકે છે. ફોનની સ્ક્રીન પર સ્પોટ આવી શકે છે. આ સિવાય તમારા ફોનમાં શોર્ટ સર્કિટ પણ થઈ શકે છે. આજે અમે તમને ફોનને સેનિટાઇઝ કરવાની સાચી રીત જણાવી રહ્યા છીએ. આ ટીપ્સથી, તમારો ફોન પણ વાયરસ મુક્ત બનશે અને તેમાં કોઈ ખામી પણ રહેશે નહીં. તો ચાલો જાણીએ.

કોટનનો ઉપયોગ કરો 

જો તમારે ફોનને સેનેટાઈઝરથી જ સાફ કરવો છે, તો પહેલા ફોનને બંધ કરો. હવે રૂનો ટુકડો લો અને તેના પર સેનિટાઇઝર મૂકો. હવે આની સાથે તમારા ફોનની સ્ક્રીનને સીધી લાઈનમાં સાફ કરો. ધ્યાનમાં રાખો કે કોટનમાં રબિંગ આલ્કોહોલનું પ્રમાણ ઓછું થવું જોઈએ. આ સિવાય તમે કસ્ટમર કેરમાં ફોન કરીને તમારા ફોનને સાફ કરવાની યોગ્ય રીત પણ જાણી શકો છો. અલગ અલગ કંપનીઓનાં ફોન મટિરિયલ્સ અને ડિસ્પ્લે અલગ- અલગ હોય છે.

વાઇપ્સનો ઉપયોગ કરો

મોબાઇલને સાફ કરવાની શ્રેષ્ઠ રીત એ છે, બજારમાં મળતા 70 ટકા આલ્કોહોલવાળા દવાવાળા વાઇપ્સ. આ વાઇપ્સથી તમે તમારા ફોનને સરળતાથી સાફ કરી શકો છો. વાઇપથી, તમે ફોનના ખૂણા અને બેક પેનલને સારી રીતે સાફ કરી શકો છો. આનાથી ફોનના બેક્ટેરિયા પણ સાફ થઈ જાય છે અને ફોન બગડશે નહીં.

એન્ટી બેક્ટેરિયલ પેપર

મોબાઇલ સફાઇ માટે સલામત બેક્ટેરિયલ ટીશ્યુ પેપર પણ છે. તમે આ વાઇપ્સ કોઈપણ મેડિકલ સ્ટોરથી ખરીદી શકો છો. આ કાગળોથી તમે તમારો ફોન સાફ કરી શકો છો. આ વાઇપ્સ ખૂબ સૂકા છે જેના કારણે મોબાઈલને કોઈ નુકસાન થતું નથી.

READ ALSO

Related posts

અમદાવાદને હવે મળશે 400 નવા કોવિડ બેડ, કોરોના દર્દીઓને શહેરમાં જ મળશે સારવાર

Nilesh Jethva

સારા અલી ખાને લંડનના ફેશન ડિઝાઇનર ડ્રેસ પહેર્યો, લોકોને લાગી લાલ છડી મેદાન ખડી

pratik shah

અમદાવાદમાં આજે નવા 8 વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેરમાં કરવામાં કુલ આંક 303 પર પહોંચ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!