GSTV

કોલેજની 68 છાત્રાઓને બાથરૂમમાં લઈ જઈ કપડાં ઉતારવાના ચકચારી કેસમાં હવે થશે આ કાર્યવાહી

ભુજથી મિરઝાપર રોડ પર આવેલી સહજાનંદ ગર્લ્સ ઈન્સ્ટિટયુટની હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓને માસિકધર્મ પાળવાને લઈને કપડા ઉતારીને બાથરૂમમાં કડકાઈપુર્વક ચેકીંગ કરાતા આ મુદ્દે ટ્રસ્ટીઓએ બેઠક બોલાવી છે. આ મામલે જવાબદારોને સંસ્થામાંથી બરતરફ કરવામાં આવે તેવી શક્યતા છે. વિદ્યાર્થિનીઓ સાથે શોષણ મામલે મહિલા આયોગ દ્વારા પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. એક સેનેટરી પેડ બગીચામાંથી મળી આવ્યું હતું. આ સેનેટરી પેડ કોને ફેંક્યું તેની તપાસ કરવા માટે 68 છાત્રાઓના કપડાં ઉતરાવાયાં હતાં. આ મામલે હાલમાં હોબાળો મચ્યો છે. કચ્છ યુનિ. પ્રશાસને પણ આ મામલે 5 સદસ્યોની એક કમિટી બનાવી છે. આ કમિટીમાં સામેલ વાઇસ ચાન્સેલર સહિત 3 મહિલા પ્રોફેસરોએ આ કોલેજની મુલાકાત કરી છે. આ કમિટીના રિપોર્ટ બાદ કોલેજ સામે કાર્યવાહી થઈ શકે છે.

શું છે સમગ્ર મામલો

સહજાનંદ ગર્લ્સ ઈન્સ્ટિટયુટની હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓને માસિકધર્મ પાળવાને લઈને કપડા ઉતારીને બાથરૂમમાં કડકાઈપુર્વક ચેકીંગ કરાતા આ મુદ્દે હોબાળો મચી ગયો છે. આજના આધુનિક જમાના એકતરફ પેડમેન જેવી ફિલ્મથી પીરીડયસને લઈને જાગૃત્તિ લવાઈ રહી છે તથા ભારત ચંદ્રયાન અને સમાનવચંદ્રમિશનની તૈયારી કરી રહ્યું છે. ત્યાં બીજી તરફ સરસ્વતીના મંદિરમાં જ ધાર્મિકતાની ઓથમાં મહિલાઓ સાથે આજે પણ આભડછેટ કરાતી હોવાની બાબત બહાર આવતા આ શરમજનક મુદો ગુજરાતભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ભુજની સહજાનંદ કોલેજમાં માસિક ધર્મની તપાસ મામલે મહિલા આયોગે તપાસના આદેશ આપ્યા છે. તો સાથે જ ટ્રસ્ટીઓ દ્વારા તાત્કાલીક બેઠક બોલાવામાં આવી હતી. આ બેઠકમાં મહત્વના નિર્ણય લેવાશે. તેમજ વાલીઓ તથા વિદ્યાર્થીનીઓને સંતોષ થાય તેવા પગલા લેવામાં આવશે. ખાસ કરીને જવાબદાર વ્યક્તિઓને સંસ્થામાંથી કાઢવામાં આવશે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે. જોકે કોલેજમાં કોઈ પણ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

વાલીઓમાં પણ રોષનો માહોલ

કચ્છના વિવિધ વિસ્તારમાં રહેતી વિદ્યાર્થીઓ ભુજની આ કોલેજમાં અભ્યાસ અર્થે આવે છે જેમાંથી કેટલીક છાત્રાઓ અહીંની હોસ્ટેલમાં રહે છે. 21મી સદીના યુગમાં એકતરફ અન્ય ગ્રહ તથા અવકાશમાં મહિલાઓ અંતરીક્ષયાત્રી બનીને કામગીરી કરી રહી છે, ત્યારે બીજીતરફ સંકુચિત માનસિકતા ધરાવતા મુઠ્ઠીભર લોકોએ તા. 11ના હોસ્ટેલની વિદ્યાર્થિનીઓને કોલેજ પરિસરમાં બેસાડીને બળજબરીથી માસિકધર્મના પાલન કરાવવા મુદે બાથરૂમમાં લઈ જઈને કપડા ઉતરાવીને ચેકીંગ કરતા આ મુદ્દે વાલીઓમાં આક્રોશ પેદા થયો છે.

બે દિવસથી સંચાલકોના માનસિક અને શાબ્દિક દબાણનો બાદ સામે આવી પીડિતાઓ

બે દિવસથી સંચાલકોના માનસિક અને શાબ્દિક દબાણનો સામનો કરી રહેલી છાત્રાઓ હિંમતભેર આજે ખુલ્લીને મીડિયા સામે શરમજનક ઘટનાનો ભેદખોલતા આ વાત વાયુવેગે શહેરમાં ફેલાઈ ગઈ હતી. વિદ્યાર્થિનીઓએ પોતાની આપવિતી વર્ણવતા કહ્યું હતું કે, જે તે સંપ્રદાય કે કોલેજ સાથે અમને કોઈ સમસ્યા નથી. અહીના નિયમો પણ જોરદાર છે. જો તમે જાણશો તો ગુસ્સાનો પાર નહીં રહે. પરંતુ માસિકધર્મના પાલનના મુદે છેલ્લા કેટલાક દિવસથી અમને પરેશાન કરાઈ રહી છે.

છાત્રાઓ શરમજનક સ્થિતિમાં મૂકાઈ

તા.11 ના મહિલા સંચાલકોએ તમામ હદ વટાવીને અમારા કપડા ઉતારીને ચેકીંગ કર્યું હતું. કોલેજ પરિસરમાં અન્ય વિદ્યાર્થિનીઓની હાજરીમાં હોસ્ટેલની છાત્રાઓને વારા ફરતી બાથરૂમમાં લઈ જઈને શરમજનક સ્થિતિમાં કપડા ઉતરાવીને માસિકધર્મમાં છે કે નહીં તેની ચકાસણી કરાઈ હતી. આ ઘટનાની અમારા માનસ પર ખુબ જ ખરાબ અસર થઈ છે. અમે આ બાબતે ટ્રસ્ટીઓને ફરિયાદ કરતા તેઓએ માત્ર માફી મંગાવી લેશું તેવો સધિયારો આપ્યો હતો. જો કે અમે માફી નહીં પરંતુ આ હરકત બદલ કાયદાકીય પગલા ત્રણ સંચાલક મહિલાઓ સામે ભરવા માંગણી મુકી હતી.

Related posts

GO CORONA GO / કોરોનાને ભગાડવા માટે સાધૂ મહારાજે કર્યો અન્નનો ત્યાગ, માથા પર ઉગાડી દીધા જ્વારા

Pravin Makwana

લવ જેહાદ વિરુદ્ધ કાયદાને લઈને અસદુદ્દીન ઓવૈસી અને ગીરીરાજસિંહ આમને સામને

Nilesh Jethva

ITની રડાર પર કોંગ્રેસ હેડક્વાર્ટર/ 106 કરોડ રૂપિયાનાં બિનહિસાબી રોકડનાં વિતરણનો ઘટસ્ફોટ, સોનિયા ગાંધી પાસે માગ્યો જવાબ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!