GSTV
Home » News » નૂરનબર્ગ ટૂર્નામેન્ટમાં સાનિયા-શ્વેડોવાની જોડી હારી

નૂરનબર્ગ ટૂર્નામેન્ટમાં સાનિયા-શ્વેડોવાની જોડી હારી

સાનિયા મિર્ઝા અને યારોસ્લાવા શ્વેડોવાની ટૉચની જોડીને નૂરનબર્ગ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટના પહેલા રાઉન્ડમાં જ તાઇપે-જાપાનની જોડી સામે ઉલટફેરનો શિકાર બનવું પડ્યું હતું.

સાનિયા-શ્વેડોવાની જોડીને તાઇપેની ચિયા જુંગ ચુઆંગ અને જાપાનની મિસાકી દોડએ પ્રથમ રાઉન્ડમાં જ 5-7, 2-6થી હાર આપી હતી.
જો કે, ગ્રેંડ સ્લૈમ ટૂર્નામેન્ટ ફ્રેન્ચ ઓપન પહેલા સાનિયા અને શ્વેડોવાની જોડીને આ ટૂર્નામેન્ટના પહેલા રાઉન્ડમાં હારવું નિરાશાજનક છે.

આ પહેલા બહાર પડેલા તાજા ટેનિસ રેન્કિંગમા ભારતની ટૉચની મહિલા યુગલ ખેલાડી સાનિયાને આમાં એક સ્થાનનું નુકશાન થયું હતું. ઇટાલિયન ઓપનના અંતિમ ચારમાં હારનાર સાનિયા મહિલા યુગલ રેન્કિંગમાં આઠમા સ્થાન પર ખસી ગઇ છે.

Related posts

આજે આવ્યું એથલેટ હિમા દાસનું પરિણામ જાણો

Arohi

સુદીરમાન કપમાં ભારતીય ટીમનો મલેશિયા સામે 2-3થી પરાજય

Path Shah

ટોકિયો ઓલિમ્પિક્સ 2020: જાપાન ઈ વેસ્ટમાંથી મેડલ બનાવશે

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!