GSTV
Uncategorized

શોએબ મલિકે ક્રિકેટને કહ્યું અલવિદા, સાનિયા મિર્ઝાએ ભાવુક પોસ્ટ લખીને આપ્યો આ સંદેશ

સાનિયા

પાકિસ્તાનના જાણીતા ક્રિકેટર શોએબ મલિકે શુક્રવારે વન ડે ઈન્ટરનેશનલ ક્રિકેટથી સંન્યાસ લઈ લીધો છે. આ અવસરે તેમની પત્ની અને ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ પણ ટ્વીટ કરી. સાનિયાએ શોએબના રિટાયર થવા પર લખ્યુ કે જીવનમાં દરેક અંતની એક નવી શરૂઆત હોય છે.

શોએબ મલિક આપ ગર્વની સાથે પોતાના દેશ માટે 20 વર્ષ સુધી રમ્યા અને આપ આગળ પણ ઘણુ સન્માન અને વિનમ્રતાથી આવુ કરતા રહેશો. આપે જે કંઈ પ્રાપ્ત કર્યુ છે અને આપ જે છો, આ માટે પુત્ર ઈઝાન અને મને ગર્વ છે.

શોએબ મલિકે ટ્વીટ કરીને વન ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસનું એલાન કર્યુ હતુ. તેમણે લખ્યુ હતુ આજે હું વન ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી રિટાયર થઈ રહ્યો છુ. જે ક્રિકેટર્સ સાથે હુ રમ્યો, જે કોચની સાથે ટ્રેનિંગ લીધી, પરિવાર, મિત્ર, મીડિયા અને સ્પૉન્સર, આપ સૌનો આભાર. સૌથી મહત્વપૂર્ણ મારા ફેન્સ, હું આપને પ્રેમ કરુ છુ.

Read Also

Related posts

પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલા હત્યા કેસ : ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ બાદ NIAએ અનેક રાજ્યોમાં 20 સ્થળોએ પાડ્યા છે દરોડા

Kaushal Pancholi

દિવંગત ઈરફાનના પુત્રનું ક્વાલા ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ : સ્ટારકિડ હોવા છતાં કામ મેળવવા કરવો પડયો ઘણો સંઘર્ષ

Kaushal Pancholi

ભારતના આ સ્થળોએ ડિસેમ્બરમાં ફરવા માટે શ્રેષ્ઠ વિકલ્પ, વેકેશન બની જશે યાદગાર

Kaushal Pancholi
GSTV