GSTV
Home » News » સાનિયા-નાદિયાની જોડીએ હોબાર્ટ ઈન્ટરનેશનલ ડબલ્સ ટાઈટલ જીત્યું

સાનિયા-નાદિયાની જોડીએ હોબાર્ટ ઈન્ટરનેશનલ ડબલ્સ ટાઈટલ જીત્યું

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ માતા બન્યા બાદ સફળતાપૂર્વક પુનરાગમન કરતાં હોબાર્ટ ઈન્ટરનેશનલ ટેનિસ ટુર્નામેન્ટમાં વિમેન્સ ડબલ્સનો ખિતાબ જીતી લીધો હતો. સાનિયા અને યુક્રેનની નાદિયા કિચેનૉકની જોડીએ ફાઈનલમાં ૬-૪, ૬-૪થી ચીનની જેંગ અને પેંગ શુઆઈને પરાસ્ત કરીને ટાઈટલ મેળવ્યું હતુ. સાનિયા મિર્ઝાએ એક કલાક અને ૨૧ મિનિટના રસપ્રદ મુકાબલામાં જીત હાંસલ કરી હતી.

બે વર્ષ બાદ ટેનિસ કોર્ટ પર પુનરાગમન કરનારી સાનિયા મિર્ઝાનું આ માતા બન્યા બાદનું સૌપ્રથમ ટાઈટલ હતુ. તેણે કારકિર્દીના ૪૨માં ડબલ્સ ટાઈટલને હાંસલ કર્યું હતુ. અગાઉ તે અહીં ૨૦૦૭માં અમેરિકાની બેથાની મેટ્ટેકની સાથે જોડી જમાવીને વિજેતા બની ચૂકી છે.

સાનિયા છેલ્લા બે વર્ષથી ટેનિસ જગતથી દૂર હતી. જોકે હવે તેણે ધમાકેદાર પુનરાગમન કરતાં ફરી આંતરરાષ્ટ્રીય ટેનિસમાં પોતાનું ગુમાવેલું સ્થાન પાછું મેળવવા માટેના પ્રયાસ શરૃ કરી દીધા છે. સાનિયા અને નાદિયાની જોડીએ ૧૩૫૮૦ અમેરિકી ડોલર્સ ઈનામ તરીકે જીત્યા હતા અને તેમને ૨૮૦ રેન્કિંગ પોઈન્ટ્સ મેળવ્યા હતા.

ભારતીય ડબલ્સ ટેનિસ સ્ટાર સાનિયા ચાલુ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપનમાં રમશે. નોંધપાત્ર છે કે, સાનિાય મિર્ઝાએ ૯૧ સપ્તાહ સુધી ડબલ્સના ડબલ્યુટીએ રેન્કિંગમાં નંબર વનનું સ્થાન ટકાવી રાખ્યું હતુ. તેણે છેલ્લે ૨૦૧૭માં આખરે રમવા ઉતરી ત્યારે ચાઈના ઓપનની સેમિ ફાઈનલમાં હારીને બહાર ફેંકાઈ હતી. 

Read Also

Related posts

ગુજરાતનો એક એવો શૈક્ષણિક કોર્ષ જ્યાં ભણતર મળ્યું પણ નોકરી ન મળી, વિદ્યાર્થીઓના ધરણા

Nilesh Jethva

બહેનનો પ્રણય નહોતો ગમતો ભાઈને, ગુસ્સે આવી બહેનના પ્રાઈવેટ પાર્ટને ગોળીથી ઉડાવી દીધું

Bansari

ભુજની સહજાનંદ કોલેજના વિવાદ મામલે 4 લોકોની ધરપકડ, મહિલા આયોગે આપી આ ખાતરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!