ભાજપ દ્વારા કેટલાંક રાજ્યોનાં સંગઠનમાં શુક્રવારે કરાયેલી નિમણૂકો પરથી સ્પષ્ટ છે કે, સંઘની સંગઠન પર પકડ વધી રહી છે. ભાજપે હરિયાણામાં રવિન્દ્ર રાજુને અને મણિપુર તથા નાગાલેન્ડમાં અભય કુમાર ગિરીને સંગઠન મહામંત્રી બનાવ્યા છે. ઉત્તર પ્રદેશમાં ભવાની સિંહ અને કર્મવીર એમ બે સંયુક્ત સંગઠન મહામંત્રી નિમાયા છે જ્યારે બિહારમાં સંયુક્ત સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરની નિમણૂક કરાઈ છે. આ તમામ નેતા સંઘના પૂર્ણ સમયના પ્રચારક છે.

દસ જેટલા પૂર્ણ સમયના પ્રચારકોને ભાજપ સંગઠનને મજબૂત કરવાનો નિર્ણય લેવાયો
તાજેતરમાં મળેલી સંઘની બેઠકમાં સંઘના દસ જેટલા પૂર્ણ સમયના પ્રચારકોને ભાજપ સંગઠનને મજબૂત કરવાનો નિર્ણય લેવાયો હતો. સંયુક્ત સંગઠન મહામંત્રી તરીકે નિમાયેલા ત્રણેય નેતા પહેલી વાર ભાજપ સંગઠનમાં સૌથી મહત્વના ગણાતા હોદ્દા પર નિમાયા છે તેના પરથી સ્પષ્ટ છે કે, આ નિર્ણયના અમલની શરૂઆત કરી દેવાઈ છે.

ભાજપના ટોચના તમામ નેતા અત્યારે હૈદરાબાદની ચૂંટણીમાં વ્યસ્ત
ભાજપનાં સૂત્રોના મતે, બીજા તબક્કામાં હવે આવતા વરસે જે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે એ રાજ્યોમાં નિમણૂકો કરાશે. ભાજપના ટોચના તમામ નેતા અત્યારે હૈદરાબાદની ચૂંટણીમાં વ્યસ્ત છે તેથી ૧ ડીસેમ્બરે મતદાન પતે પછી નિર્ણય લેવાશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- દેશની આ સૌથી મોટી ખાનગી બેંક પર લાગ્યો 1 કરોડનો દંડ, જાણો શું છે મામલો
- ક્યાં ફરિયાદ કરવી/ ઉત્તર પ્રદેશમાં પોલીસ જ લૂંટારું ટોળકી નીકળી : PSI સહિત 4 પોલીસ કોન્સ્ટેબલે કરી 35 લાખની લૂંટ
- સુરેન્દ્રનગર/ પાટડી આશાવર્કર બહેનોની વિવિધ માગણીને લઈને તંત્રને કરી રજૂઆત, થઈ રહ્યુ છે આર્થિક શોષણ
- અનશન પર ઉતરવાની ચીમકી/ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કર્મચારીઓની ભરતીમાં મોટા ભ્રષ્ટાચારની આવી રહી છે ગંધ
- વ્હોટસેપ ડેસ્કટોપ યૂઝર્સ માટે મોટી ખબર! કંપનીએ રોલઆઉટ કર્યુ કૉલિંગ ફીચર