GSTV

અનિલ વિજ સાથે વિવાદ બાદ સંગીતા કાલિયાની બદલી, ટ્રાન્સફર લિસ્ટમાં અન્ય આઠ નામ સામેલ

Last Updated on July 23, 2019 by Alap Ramani

ભાજપની હરિયાણા સરકારમાં આરોગ્ય પ્રધાન અનિલ વિજ સાથે વિવાદને કારણે ચર્ચામાં રહેલા મહિલા આઈપીએસ અધિકારી સંગીતા કાલિયાની બદલી કરવામાં આવી છે. આઈપીએસ સંગીતા કલિયાને પાનીપતના એસપી પદેથી હટાવીને આઈઆરબી ભૌંડસી-ગુરુગ્રામમાં કમાન્ડન્ટ તરીકે ખસેડવામાં આવ્યા છે.

સંગીતા કાલિયા સિવાય અન્ય આઠ આઈપીએસ અધિકારીઓના નામ હરિયાણા સરકારના ટ્રાન્સફર લિસ્ટમાં સામેલ છે. અનિલ વિજ અને સંગીતા કાલિયા વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. જેના કારણે તેઓ વિજની કોઈપણ બેઠકથી દૂર રહેતા હતા.

મહત્વપૂર્ણ છે કે હરિયાણાના પ્રધાન અનિલ વિજ ફતેહાબાદમાં જિલ્લા ફરિયાદ નિવારણ કમિટીના અધ્યક્ષ હતા. ત્યારે એક કાર્યક્રમમાં તત્કાલિન એસપી સંગીતા કાલિયાની સાથે તેમની બોલાચાલી થઈ હતી. બાદમાં સરકારે સંગીતા કાલિયાને પાનીપતના એસપી તરીકે નિયુક્ત કર્યા હતા.

Related posts

મોંઘવારીનો માર/ લોકડાઉન પહેલા સિમેન્ટની થેલીના 290 હતા, આજે 390 રૂપિયા, ઈંટો, ગ્રીટ અને સ્ટીલનો ભાવ પણ આસમાને

Pravin Makwana

કામનું/ 90 ટકા સબસિડી લઇને આજે જ શરૂ કરો આ સુપરહિટ બિઝનેસ, દર મહિને થશે 2 લાખનો નફો

Bansari

PM Kisan/ આ ખેડૂતોને નહિ મળે 10માં હપ્તાના 2000 રૂપિયા, જાણો સરકારના નિયમ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!