GSTV
World

Cases
7157310
Active
12992051
Recoverd
755573
Death
INDIA

Cases
661595
Active
1751555
Recoverd
48040
Death

રામ મંદિર શિલાન્યાસ કાર્યક્રમમાં સોનાજડિત પેટીમાં મોકલવામાં આવશે આ અમુલ્ય ભેટ,જાણો એવું તો શું છે ખાસ

રામ

અયોધ્યામાં 5 ઓગસ્ટના રોજ થનાર રામ મંદિર નિર્માણના ભૂમિ પૂજનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. અહીંની રોનકમાં હવે ચાર ચાંદ લાગી ગયા છે.જ્યાં એક તરફ ભવ્ય ભૂમિ પૂજન સમારોહ યોજાવવાનો છે તો બીજી તરફ તમિલનાડુના રામેશ્વરમાં પણ વિશેષ પૂજા આયોજિત કરવામાં આવી. આ પૂજા સમુદ્રના કિનારે પવિત્ર અગ્નિ તિર્થના તટ પર સંપન્ન થઇ.

શંકરાચાર્ય મઠમાં પૂજા થઇ સંપન્ન

એવું માનવામાં આવી રહ્યું છે કે શ્રીરામ, લક્ષ્મણ અને સીતાને મળીને ભગવાન શિવ (રામનાથ સ્વામી)ની મૂર્તિનું નિર્માણ કર્યું હતું, જેને લોકો રામેશ્વર શિવ મંદિરના નામે ઓળખે છે.આ ખૂબ જ પવિત્ર સ્થળ છે જ્યાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓની અવર જવર રહે છે. કોરોના વાયરસની સ્થિતિને જોતાં શંકરાચાર્ય મઠમાં પૂજા સંપન્ન કરવામાં આવી. આ મઠ રામેશ્વર મંદિરની બિલકુલ નજીક આવેલો છે.

મઠ પર વિશેષ પૂજા રામેશ્વરના સ્થાનિક પૂજારીઓ, શહેરના નિવાસીઓ અને રાજકીય સંગઠન હિંદુ મુન્નાનીના સભ્યો દ્વારા કરવામાં આવી હતી.પૂજા બાદ રામેશ્વરથી અહીં પવિત્ર માટીને સોનાથી જડિત બોક્સમાં ભરીને મોકલવામાં આવી છે. અયોધ્યામાં 5 ઓગસ્ટના રોજ મંદિરનું ભૂમિ પૂજન થવાનું છે જેના લીધે દેશના અલગ-અલગ ભાગોમાંથી માટી લાવવામાં આવી રહી છે.

ભગવાન શ્રીરામે લંકાના દશાનન રાવણ પર આક્રમણ કરતાં પહેલાં અહીં ભગવાન શિવની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. અહીં ભગવાન રામ, સીતા અને લક્ષ્મણની ભક્તિથી પ્રસન્ન થઇને ભોલેનાથે તેમને વિજયશ્રીના આર્શિવાદ આપ્યા હતા. રામેશ્વર જ્યોતિર્લિંગ મંદિર તમિલનાડુ રાજ્યના રામનાથપુરમ જિલ્લામાં આવેલું છે.રામેશ્વર જ્યોતિર્લિંગને ચાર ધામોમાંથી એક ગણવામાં આવે છે. આ મંદિર ધર્મ અને આસ્થાનું મોટું કેન્દ્ર ગણવામાં આવે છે. આ દેશના 12 જ્યોતિર્લિંગમાંથી એક 11મું શિવલિંગ ગણવામાં આવે છે.

Read Also

Related posts

દુશ્મન દેશોના યુદ્ધ જહાજો ઉપર રહેશે ભારતીય નૌસેનાની નજર, ખરીદવા જઈ રહ્યું છે ખાસ પ્રકારના 10 ડ્રોન

Mansi Patel

સ્વતંત્રતા દિવસ: રાજધાની દિલ્હી ફેરવાયું અભેદ્ય કિલ્લામાં, લાલ કિલ્લામાં ચકલુ પણ ફરકી શકશે નહીં

Pravin Makwana

સુશાંત સિંહ મોત મામલો: EDની પૂરપરછમાં રિયાએ કર્યો ખુલાસો, અંકિતા માટે ખરીદ્યો હતો આલિશાન બંગલો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!