Whatsappની નવી પ્રાઇવસી પોલીસીની બબાલ ચાલી રહી છે ત્યારે ભારત સરકારે તેને યોગ્ય જવાબ આપવા માટે કટિબદ્ધ બની છે. કેન્દ્ર સરકાર મેસેજિંગ એપનું દેશી વર્ઝન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. કેન્દ્ર સરકાર સ્વદેશી મેસેજિંગ એપ્લિકેશન ‘સંદેશ અને સંવાદ’ બનાવી રહી છે.

ભારત સરકારના કર્મચારીઓ માટે GIMS- સરકારી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન પણ થશે લોન્ચ
ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલય તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતમાં Whatsapp જેવી બે મેસેજિંગ એપ્સનું બીટા તબક્કામાં ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. તેનું નામ સંવાદ (Samvad) અને સંદેશ (Sandes) રાખવામાં આવ્યું છે, જેનો શાબ્દિક અર્થ ‘વાર્તાલાપ’ અને ‘સંદેશ’ થાય છે. ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે આ બંને એપ્સ ભારત સરકાર દ્વારા સંપૂર્ણપણે વિકસિત કરવામાં આવી રહી છે. તે Whatsapp જેવી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન છે.
ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ બંને એપ્સ ભારત સરકાર દ્વારા સંપૂર્ણ રીતે બનાવવામાં આવી રહી છે. તે Whatsapp જેવી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે Whatsappની જેમ કામ કરશે. તો, સરકાર GIMS- સરકારી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન પર પણ કામ કરી રહી છે. ભારત સરકારના કર્મચારીઓ જ તેનો ઉપયોગ પરસ્પર વાતચીત માટે કરશે.

એપ્સ વિકસાવવાની પ્રક્રિયાWhatsapp વિવાદનાં ઘણા સમય પહેલા શરૂ થઈ ગઇ હતી
સૂત્રોએ જણાવ્યું હતું કે, “સરકારની અંદર ઘણા લાંબા સમયથી તેની જરૂરિયાત અનુભવાતી હતી કે અમારી પોતાની સ્વતંત્ર અને સ્વ-માલિકીની ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસ એપ્લિકેશન હોય. તેથી આ એપ્સ વિકસાવવાની પ્રક્રિયા હાલના Whatsapp વિવાદનાં ઘણા સમય પહેલા શરૂ થઈ ગઇ હતી. તેમણે કહ્યું કે આ એપ્લિકેશનનો સૌથી મોટો ફાયદો એ થશે કે અમારો ડેટા ચોરાશે નહીં અને મોટી ટેક્નોલોજી કંપનીઓની જેમ તેનો વ્યવસાયિક ફાયદા માટે તેનો ઉપયોગ કરી શકાશે નહીં.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ એપ્લિકેશન બનાવવાની પાછળ ડેટા સિક્યુરિટી છે. આ બંને એપ્લિકેશન્સની મદદથી ડેટા ચોરીને અટકાવી શકાશે. જો કે હજી સુધી તે સ્પષ્ટ નથી થયું કે સરકાર સંવાદ અને સંદેશ બંને લાવશે કે આમાંથી કોઈ એક એપ્લિકેશન લાવશે. તેનું બીટા ટેસ્ટીગ હાલ ચાલી રહ્યું છે.
Read Also
- વડાપ્રધાન મોદી પર બની રહી છે વધુ એક ફિલ્મ: મોદીના જન્મદિવસ પર થશે રિલીઝ, આ કલાકાર નિભાવશે પીએમનું પાત્ર
- અતિ અગત્યનું/ હવે ઘરબેઠા મળી જશે ડ્રાઈવિંગ લાઈસન્સ : આરસી સહિતની 18 સેવાઓ સરકારે આજે ઓનલાઈન કરી, ધક્કા ટળ્યા
- જમ્મુ-કાશ્મીર ફરવા જવાની ઈચ્છા ધરાવતા લોકો માટે આવી ખુશખબર, ધરતીનું સ્વર્ગ પ્રવાસીઓ અને સહેલાણીઓને આવકારવા માટે આતુર
- ભાઈ જ ભાઈને કામ આવે/ મુકેશ અંબાણીએ નાના ભાઈ અનિલ અંબાણીને આપ્યો ટેકો, 3,515 કરોડ રૂપિયાના કેસમાં મળી આ રાહત
- મુશ્કેલીઓ વધી/ Anurag Kashyap અને Taapsee Pannuના કેસમાં મળી 350 કરોડની હેરાફેરી, તાપસીના ઘરેથી 5 કરોડ રોકડાની મળી છે રસિદો