GSTV

લો બોલો! ભાગેડું સાંડેસરા બંધુઓએ નાઈજીરિયન સરકાર સાથે કર્યા 4 હજાર કરોડના કરાર

ભારતમાં રૃ.૮,૧૦૦ કરોડના બેંક ફ્રોડ અને મની લોન્ડરિંગ કેસમાં ફરાર સાંડેસરા બંધુઓના સ્ટર્લિંગ ગૃપની સબસીડરી કંપનીએ ચાર દિવસ પહેલા નાઇજીરિયન સરકાર સાથે ગેસ અને ઓઇલ ફિલ્ડના વિકાસ અને વેપાર માટે ૬૦૦ મિલિયન ડોલર (આશરે રૃ.૪,૪૧૩ કરોડ રૃપિયા)નો કોન્ટ્રાક્ટ સાઇન કર્યો હતો. ભારતમાં જે દિવસે તેમને ઇએફઓ એક્ટ હેઠળ ભાગેડુ જાહેર કરાયા તે દિવસે જ આ કોન્ટ્રાક્ટ સાઇન કરવામાં આવ્યા હતા.

ભારતમાં જે દિવસે તેમને ઇએફઓ એક્ટ હેઠળ ભાગેડુ જાહેર કરાયા તે દિવસે જ આ કોન્ટ્રાક્ટ સાઇન કરવામાં આવ્યા

નાઇજીરિયન નેશનલ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમીટેડ (એનએનપીસી) અને ‘સીપકો’ (સ્ટર્લિંગ એક્સપ્લોરેશન એન્ડ એનર્જિ પ્રોડ્કશન કંપની)એ જાહેરાત કરી છે કે નાઇજીરિયાના અબુજા ખાતે આવેલ ઓઇલ માઇનિંગ લીઝ (ઓમએલ-૧૪૩) માટે કરાર કરવામાં આવ્યા છે. ઓઇલ અને ગેસનું ઉત્પાદન કરીને તેનું માર્કેટિંગ કરવાની જવાબદારી સીપકોની રહેશે અને આ માટે સીપકો ૬૦૦ મિલિયન ડોલરનું રોકાણ કરશે.

સીપકો ૬૦૦ મિલિયન ડોલરનું રોકાણ કરશે

ઉલ્લેખનિય છે કે સીપકો સાંડેસરા બંધુઓના સ્ટર્લિગ ગૃપની જ કંપની છે. સાંડેસરા ગૃપ સામે ભારતની બેંકોમાંથી ૮,૧૦૦ કરોડ રૃપિયા ઉપરાંતની લોન લઇને તે રૃપિયા વિદેશોમાં ટ્રાન્સફર કરાયા હોવાનો આરોપ છે. ભારતમાં બેંકોનું રૃ.૮,૧૦૦ કરોડનું દેવુ ભરપાઇ કરવામાં નિષ્ફળ ગયેલ સાંડેસરા બંધુઓ નાઇજીરિયામાં રૃ.૪,૪૧૩ કરોડનું રોકાણ કરી રહ્યા છે જે લોકમાનસની  શંકાને પ્રબળ બનાવે છે કે સાંડેસરા બંધુઓએ ભારતીય બેંકોના ડૂબાડેલા  નાણા વિદેશોમાં ટ્રાન્સફર કર્યા હશે.

READ ALSO

Related posts

મુખ્યમંત્રી વિજય રૂપાણીના ગાંધીનગર સ્થિત નિવાસ્થાને દશેરાના પર્વ નિમિતે કરાયું શસ્ત્ર પૂજન

Nilesh Jethva

BIG BREAKING/ રિઝર્વ બેંક ઓફ ઈંડિયાના ગવર્નર શક્તિકાંત દાસ કોરોના પોઝિટીવ, આઈસોલેશનમાં રહી કરશે કામ

Pravin Makwana

અમદાવાદ : આશ્રમ રોડ પર આવેલા ઓસવાલ ફરસાણને સોલિડ વેસ્ટ ખાતાએ માર્યુ સીલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!