GSTV

સાણંદમાં જળબંબાકારની સ્થિતિ,ચાચરાવાડી અને વાસણા ગામના દરેક ઘર પાણીમાં ગરકાવ

રાજ્યમાં ઘણા જિલ્લાઓમાં ભારે અને સામાન્ય વરસાદ વરસ્યો છે. ઉલ્લેખનીય છે કે ભારે વરસાદને પગલે સાણંદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. અવિરત વરસાદને કારણે સમગ્ર સાણંદ ગામ જાણે કે પાણીમાં ગરકાવ થઇ ગયું છે. સાણંદ ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. સાણંદના ચાચરાવાડી અને વાસણા ગામના દરેક ઘરમાં પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.

સાણંદના ચાચરાવાડી અને વાસણા ગામના દરેક ઘરમાં પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો

સાણંદ પંથકના અનેક ગામો પાણીમાં ગરકાવ છે તેમ છતાં તંત્ર જાણે કે ગાઢ નિંદ્રામાં છે. ધારાસભ્યથી લઇને કલેક્ટર સુધી તમામ નેતાઓ અને અધિકારીઓએ સાણંદની સ્થિતિ જાણવાની તસ્દી સુદ્ધા નથી લીધી. પરંતુ જીએસટીવીએ સાણંદના આ પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો. સાણંદમાં બનેલી ગેલોપ્સ કંપનીના પાપે લોકોને પીડા સહન કરવાનો વારો આવ્યો છે.ગામમાં આવેલા તળાવ ફરતે ગેલોપ્સ કંપની દ્વારા દીવાલ બનાવી દેવામાં આવતા ગામમાંથી પાણીનો નિકાલ બંધ થઇ ગયો છે.

ગેલોપ્સ કંપની દ્વારા દીવાલ બનાવી દેવામાં આવતા ગામમાંથી પાણીનો નિકાલ બંધ થઇ ગયો

READ ALSO

Related posts

આ પોઝિશન્સમાં રતિક્રીડાનું સુખ માણ્યા બાદ બીજા દિવસે થાય છે તેની આવી અસર

Arohi

શાળાઓની ફી મુદ્દે હાઈકોર્ટના હુકમ બાદ શાળા સંચાલક મંડળે કહ્યું, અમને ન્યાયાલય પાસે અનેક આશાઓ હતી

Nilesh Jethva

યુરોપીય દેશોમાં આતંકવાદી બોંબધડાકાઓ કરવા માટે એકઠા કરી રહ્યા છે રસાયણો, અમેરિકાએ આપી દીધી આ ચેતવણી

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!