GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

સાણંદમાં કોરોનાનો ફૂંફાડો: એક જ દિવસમાં 12 કેસ આવતાં લોકોમાં ફફડાટ

કોરોના

અમદાવાદ જિલ્લામાં શુક્રવારે કોરોના પોઝિટિવના વધુ ૧૨ કેસ મળી આવ્યા હતા. જેમાં સાણંદમાંથી સૌથી વધુ એકસામટા ૬ કેસ સામે આવ્યા છે. દસક્રોઇ, ધોળકા અને વિરમગામમાંથી ૨-૨ કેસ નોંધાયા હતા. સાણંદમાં કુલ કોરોના સંક્રમણનો આંકડો ૧૯૮ થઇ ગયો છે. જે ચિંતાનો વિષય બન્યું છે. જિલ્લામાં કુલ કેસનો આંકડો ૯૩૪ એ પહોંચ્યો છે.

ક્યાં કેટલા કેસ

સાણંદમાં એપીએમસીની નજીકમાં આવેલી સાંન્સ ગ્રીન્સ રેસિડેન્સી-૨ માંથી કોરોના પોઝિટિવના બે કેસ મળી આવ્યા હતા. એક કેસ રાધે સ્કાય લાઇનમાં નોંધાવા પામ્યો છે. શાંતિપુરાના મોમીન વાસમાંથી એક કેસ મળ્યો હતો. ચેખલા ગામે ભોજાજી વાસમાંથી બે કેસ મળ્યા હતા.

Corona

દસક્રોઇમાં કાસિન્દ્રા ગામેથી તેમજ બારેજમાં મુક્તિપુરમાં એક-એક કેસ નોંધાયા હતા. દસક્રોઇ તાલુકમાં કુલ કેસનો આંકડો ૧૮૨ થયો છે. ધોળકાના અંબરેલી અને અમેઠી ગામેથી તેમજ વિરમગામાંથી બે કેસ નોંધાયા હતા. વિરમગામમાં ૧૦૫ અને ધોળકામાં કુલ કેસનો આંકડો ૨૬૭ થઇ ગયો છે.

વધ્યો રિકવરી રેટ

જિલ્લામાં રિકવરી રેટ સારો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં ૭૮૮ દર્દીઓએ સારવાર બાદ કોરોનાને હાર આપી છે. જિલ્લામાં હાલમાં કોરોનાના ૮૩ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે ૬ જણાને કોવિડ-કેર સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. જિલ્લામાં ૧,૬૬૭ લોકોને ‘હોમ કર્વારન્ટાઇન’ માં રખાયા છે.

Read Also

Related posts

છેલ્લા ત્રણ વર્ષથી રિશભ પંત IPLનો નંબર વન બેટ્સમેન છે

Mansi Patel

જુલાઈ માસમાં કોન્સ્ટેબલની બાઈક ચોરાઈ, પોલીસે ઓગસ્ટ મહિનામાં ફરિયાદ નોંધી

Nilesh Jethva

ભારતીય હોકી ટીમના કેપ્ટન મનપ્રીતસિંહ સહિત પાંચ ખેલાડીઓ કોરોનાગ્રસ્ત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!