GSTV

VIDEO/ ‘જય હો’ ફિલ્મની અભિનેત્રીએ ફિલ્મી દુનિયાને અલવિદા કહ્યા બાદ સુરતમાં કરી લીધા લગ્ન

બોલિવૂડ અભિનેત્રી સના ખાને ફિલ્મી દુનિયાને અલવિદા કહ્યા બાદ હવે લગ્નના બંધને બંધાઈ ગઈ છે. જય હોની અભિનેત્રીએ શુક્રવારના રોજ પરિવારના સભ્યોની હાજરીમાં મૌલાના મુફ્તી અનસ સાથે સુરતમાં લગ્ન કરી લીધા છે. સના અને તેના પતિનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સના પોતાના પતિ સાથે કેક કાપતી નજરે પડે છે. સનાએ વ્હાઈટ કલરનું ખૂબસુરત ગાઉન પહેર્યુ છે, જેમાં તે અતિસુંદર દેખાઈ રહી છે. તો વલી મુફ્તીએ વ્હાઈટ કલરનો કુર્તો અને પાયજામો પહેરેલો છે. સનાનો વીડિયો જોયા બાદ ફેન્સ તેને શુભકામનાઓ આપી રહ્યા છે.

એક્ટ્રેસ સના ખાને મનોરંજન જગતને અલવિદા કહેવાની જાહેરાત તેણે સોશિયલ મીડિયા પર કરી હતી. સના ખાને પોતાના ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ પર એક લાંબી એવી પોસ્ટ લખીને પોતાના ફેન્સનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ તેણે બોલિવૂડ છોડવા પાછળનું કારણ પણ જણાવ્યુ હતું.

READ ALSO

Related posts

નિયમો સામે પબ્લિકનો સામાજીક જુગાડ…!લગ્નમાં સંબંધ સાચવવા 100 લોકોના ચાર પ્રસંગ

pratik shah

પ્રખ્યાત દિવંગત સંગીતકાર વાજિદની પત્નીએ કર્યો ચોંકાવનારો ખુલાસો, પરિવાર વિશે કહી આ મોટી વાત

Ankita Trada

રાજ્યસભાની ખાલી બેઠકો પર યોજાશે ચૂંટણી, શું અહમદ પટેલના નિધનથી સત્તાધારી પક્ષને થશે ફાયદો: સૂત્ર!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!