GSTV

સામૂહિક પિતૃતર્પણ / કોરોનાકાળમાં વિધવા સ્ત્રીઓને જીવન જીવવાનો કેડો બતાવ્યો, 51 મહિલાઓ થશે પોતાને પગભર

samuhik pitru tarpan

Last Updated on September 26, 2021 by Dhruv Brahmbhatt

અમરેલીના કૈલાશ મુક્તિધામ સ્મશાનમાં કોરોનામાં મૃત્યુ પામેલા 435 લોકો માટે સામૂહિક પિતૃ-તર્પણ કરવામાં આવ્યું હતું. અમરેલી જીલ્લામાં કોરોના કાળમાં અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. કોઈએ પિતા તો કોઇએ પુત્ર તો કોઇએ માતા સહિત વડીલોને ગુમાવ્યાના આંસુ હજુ પણ સુકાયા નથી. એવામાં આ તમામ મૃતકોને જ્યાં અગ્નિદાહ અપાયા તે સ્થળ એટલે અમરેલીનું કૈલાશ મુક્તિધામ સ્મશાન. અહીં આજે 151 કુંડીઓમાં 435 લોકોના પરિવારજનોએ પોતાના સ્વજનોને મૃતાત્માની શાંતિ માટે સામૂહિક પિતૃતર્પણ કરવામાં આવ્યું. જે ઇતિહાસમાં અને સમગ્ર દેશમાં પ્રથમ ઘટના છે. ત્યારે કેવું હતું આ સમગ્ર આયોજન.

સામૂહિક પિતૃતર્પણમાં 151 યજ્ઞવિધિમાં 435 જેટલાં લોકોના પરિવારજનો જોડાયા

મહત્વનું છે કે, આ સામૂહિક પિતૃતર્પણની થતી વિધિ, યજ્ઞ અને મંત્રોચ્ચારથી અમરેલીનું કૈલાસ મુક્તિધામ ગૂંજી ઉઠ્યું હતું. કોરોનાના કાળમુખા સમય દરમિયાન અનેક લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યાં છે. અનેક પરિવારો વેર-વિખેર થઈ ચૂક્યાં છે એવામાં કોરોનાના સમયમાં આ સ્મશાનમાં 435 જેટલાં લોકોની અંતિમ વિધિ કરવામાં આવી હતી. કેટલાંક પરિવારો તો એવાં પણ છે કે જેમણે પોતાના સ્વજનોને અંતિમ સંસ્કારની પણ તક મળી નથી. આ તમામ મૃતાત્માઓને પિતૃમાસમાં શાંતિ મળે તે માટે કૈલાસ મુક્તિધામ દ્વારા સામુહિક પિતૃ મોક્ષયજ્ઞ માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે 151 યજ્ઞવિધિમાં 435 જેટલાં લોકોના પરિવારજનો જોડાયા હતાં.

કોરોનામાં મૃત પામેલા તમામ મૃતકોના પરિવારજનોના સભ્યો પિતૃતર્પણમાં જોડાયા

મોક્ષધામમાં આજે કોરોનામાં મૃત પામેલા તમામ મૃતકોના પરિવારજનોના સભ્યો જોડાયા હતાં. કોઈએ એક તો કોઈએ એકથી વધુ સભ્યો તેમજ કોઈએ પોતાના માતા, પિતા, ભાઈ, દાદા સહિત અનેક વડીલોને આ કોરોનાના સમયમાં ગુમાવ્યા હતાં. તેવામાં અને ભગવાન પાસે આ કોરોનાના સમયમાં તેમના સ્વજનોને ગુમાવવાના દુઃખ સાથે તેમના સ્વજનને ભગવાન બળ આપે તે માટેની પ્રાર્થના કરી હતી.

બ્લડ ડોનેશન અને ડાયાબિટીસ માટેના કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું

આ કોરોનાના સમયમાં પોતાના પતિને ગુમાવનાર મહિલાઓ પોતાના પગભર બને તે માટે પણ આ કૈલાસ મુક્તિધામ સંસ્થા દ્વારા 51 જેટલી મહિલાઓને દરજી કામ માટેના સંચાના વિતરણ પણ કરવામાં આવ્યાં હતાં. તદુપરાંત અલગ-અલગ સંસ્થાઓ દ્વારા ભાતીગલ સંસ્કૃતિ દર્શાવતા ટેબલો, મૃતકોના પરિવારોના સહાય માટેના ફોર્મ તેમજ બ્લડ ડોનેશન અને ડાયાબિટીસ માટેના કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, આ કોરોનાનો કપરો સમય અનેક લોકો માટે યાદગાર બની રહ્યો છે ત્યારે આ કૈલાસ મુક્તિધામની પહેલ એ સમગ્ર દેશમાં અનોખી પહેલ કહેવાય.

READ ALSO :

Related posts

Diwali 2021/ દિવાળી પે કરી લો ધન પ્રાપ્તિ માટે ઉપાય, માતા લક્ષ્મીની કૃપાથી થઇ જશો માલામાલ

Damini Patel

કામની વાત/ LPG સિલિન્ડરમાં કોઇ સમસ્યા હોય તો મળશે પૂરા 50 લાખનો ફાયદો! ફટાફટ જાણો કેવી રીતે

Bansari

ખુશખબર/ હવે આ મહિલા કર્મચારીઓને મળશે 2 દિવસની Period Leave, અહીં જાણો તમામ જાણકારી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!