GSTV

સેમસંગના આ ત્રણ ફોનમાં મળી રહી છે 12 હજારની સુધીની છુટ, મળશે ટ્રીપલ કેમેરા સાથે

સેમસંગનો ગેલેક્સી S20 સીરીઝનો ફોન લોન્ચ થતાની સાથે જ પોતાના S10 સીરીઝના સ્માર્ટફોન્સની કિંમતમાં ખૂબ જ કાપ મૂકી દીધો છે. કંપનીના ગેલેક્સી S10 સીરીઝમાં 3 ફોન હાજર છે. જેમાં ગેલેક્સી S10, ગેલેક્સી S10+ અને ગેલેક્સી S10e નો સમાવેશ થાય છે. S10 અને S10+ ની કિંમતમાં 12 હજાર રૂપિયા અને ગેલેક્સી S10eની કિંમતમાં 8 હજાર રૂપિયાનો કાપ મૂકવામાં આવ્યો છે. ગ્રાહક આ ફોનને નવી કિંમતમાં બધા જ ઓનલાઈન પ્લેટફોર્મ પર ખરીદી શકે છે.

ફોન સસ્તો થયા બાદ ગ્રાહક સેમસંગ ગેલેક્સી 10ના 128 GB રેમવાળા વેરિએન્ટની કિંમત 54,900 રૂપિયા અને 512 GB રેમવાળા વેરિએન્ટની કિંમક 59,900 રૂપિયામાં ઘરે લાવી શકો છે. જણાવી દઈએ કે, આ ફોનને 66,900 રૂપિયાની શરૂઆતની કિંમતમાં લોન્ચ કરવામાં આવ્યો છે.

Galaxy S10e માં થઈ 8 હજાર રૂપિયાની કટૌતી

બીજી તરફ વાત કરીએ ગેલેક્સી S10+ ની કરીએ તો, આ કંપનીના 128 GB રેમવાલા વેરિએન્ટ 73,900 રૂપિયાની જગ્યાએ 61,900 રૂપિયામાં ઉપલબ્ધ કરવામાં આવી રહ્યો છે. તે સિવય ગેલેક્સી S10e ની કિંમતમાં 8 હજાર રૂપિયાનો કાપ મૂકવામાં આવ્યો છે. ત્યરબાદ આ ફોનને માત્ર 47,900 રૂપિયામાં ખરીદી શકાય છે. જેની અસલ કિંમત 55,900 રૂપિયા છે.

સેમસંગે પ્રીમિયન ફોન ગેલેક્સી S20 સીરીઝને લોન્ચ કર્યો છે. જેના કેમેરામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ જેવુ ફીચર છે. ગેલેક્સી S20ના એડિએશન ગેલેક્સી S20, ગેલેક્સી S20 પ્લસ અને ગેલેક્સી S20 અલ્ટ્રા 5G ટેકનોલોજીથઈ લેસ છે. જેની કિંમત માત્ર 999 ડોલરથી લઈ ને 1,399 ડોલરની વચ્ચે હશે. એટેલે કે ભારતીય રૂપિયામાં 99,670 રૂપિયાની વચ્ચે છે.

તે સિવાય કંપનીએ ફોલ્ડેબલ ફોન ગેલેક્સી Z ફ્લિપને પણ લોન્ચ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આ કંપનીનો બીજો ફોલ્ડેબલ ફોન છે. જેની કિંમત માત્ર 13,80 ડોલર એટલે કે, 98316 રૂપિયા છે.

READ ALSO

Related posts

દર્દીનો ઈલાજ કરતા સંક્રમિત થયેલી નર્સે કોરોનાને આપી માત, હવે નોકરી પર પરત ફરવા તૈયાર

Nilesh Jethva

ગુજરાતમાં કોરોનાની ચિંતાજનક સ્થિતી, વૈશ્વિક મૃત્યુદરમાં ગુજરાતનું પાંચમુ સ્થાન

Pravin Makwana

આ રાજ્યના DGP એ જમાતિયોને આપ્યું અલ્ટિમેટમ, પાંચ વાગ્યા સુધીમાં આપો જાણકારી નહી તો…

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!