Samsungના ફોલ્ડેબલ ફોનનું નામ જાણો શું હશે

સાઉથ કોરિયાની કંપની Samsung આવતીકાલે એટલેકે 20 ફેબ્રુઆરીએ Galaxy S10 સીરીઝના નવા સ્માર્ટફોન પરથી પડદો ઉઠાવવાની છે. રીપોર્ટ મુજબ, કંપની ગેલેક્સી S10 સિવાય પોતાના પ્રથમ ફોલ્ડેબલ ફોનને પણ લોન્ચ કરશે. રસપ્રદ વાત એ છે કે લૉન્ચ થતા પહેલાં જ આ ફોલ્ડેબલ ડિવાઈસનું સત્તાવાર નામ લીક થયું છે.

અત્યાર સુધી સામે આવેલી રીપોર્ટમાં ક્યારેક આ ફોલ્ડેબલ ફોનને Galaxy F અથવા Galaxy Flex, તો ક્યારેક Galaxy X નામ અપાઈ રહ્યુ હતું. તમામ અટકળોને ફગાવતા હવે લોકપ્રિય ટિપસ્ટર ઈવાન બ્લાસે ટ્વિટ કરી જણાવ્યું કે કંપનીના આ ફોલ્ડેબલ ફોનનું સત્તાવાર નામ ‘Samsung Galaxy Fold’ હશે.

અત્યાર સુધી આ ફોનના સ્પેસિફેકેશન સાથે જોડાયેલી અમૂક માહિતી લીક થઈ છે. રીપોર્ટ મુજબ, સેમસંગ, ફોલ્ડેબલ સ્માર્ટફોનમાં 7.3 ઈંચની સ્ક્રીન હશે અને તેને ફોલ્ડ કરીને એક નાના ટેબલેટમાં ફેરવી શકાશે. Galaxy Fold એન્ડ્રોઈડ 9 Pie પર આધારિત સેમસંગના નવા OneUI ઈન્ટરફેસની સાથે આવશે.

સ્માર્ટફોનમાં 8GB રેમ અને 128GBનો સ્ટોરેજ હોઈ શકે છે. આ ફોન Exynos 9820 અથવા ક્વૉલકૉમ 855 પ્રોસેસરની સાથે આપી શકાય છે. Samsung Galaxy Foldમાં બે અલગ-અલગ બેટરી અપાય તેવી શક્યતા છે. રીપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે આ બંને બેટરીઓની કેપિસિટી મળીને 6,000 mAhની હશે. સામાન્ય રીતે આટલા કેપિસિટીની બેટરી સ્માર્ટફોનના બદલે ટેબલેટ્સમાં હોય છે. બે અલગ-અલગ બેટરીઓ 2 ડિસ્પ્લે પાવર આપશે.

જ્યાં સુધી કેમેરાની વાત છે તો આ ફોલ્ડેબલ સ્માર્ટબેકના રિયરમાં ડ્યૂઅલ કેમેરા સેટઅપ હશે. એટલેકે સ્માર્ટફોનની પાછળ બે કેમેરા આપ્યા હશે. બંને કેમેરા 12-12 મેગાપિક્સલના હશે, તો ફ્રન્ટમાં 8 મેગાપિક્સલનો કેમેરો હશે. આ ફોલ્ડેબલ સ્માર્ટફોનની કિંમત લગભગ 1800 ડૉલર (લગભગ 1,30,000 રૂપિયા) હોઈ શકે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter