GSTV
Home » News » સેમસંગના આ બે મોંઘા ફોનની કિંમત હવે થઈ ગઈ છે માત્ર 9990 રૂપિયા

સેમસંગના આ બે મોંઘા ફોનની કિંમત હવે થઈ ગઈ છે માત્ર 9990 રૂપિયા

સૈમસંગનો Galaxy M30 અને Galaxy M20 સ્માર્ટફોનની કિંમત ભારતમાં ઓછી થઈ ગઈ છે. એમેઝોન ઈંડિયાના સાઈટ અને સૈમસંગ ઓનલાઈન સ્ટોર પર ડિસ્કાઉન્ટ જોવા મળી રહ્યું છે. સાથે ગ્રાહક અહીં ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ ઉઠાવી રહ્યા છે. તમને જણાવીએ કે તાજેતરમાં જ ફ્રિડમ સેલ પૂરો થયો છે.

આ એનુઅલ સેલમાં Galaxy M30 અને Galaxy M20 ડિસ્કાઉન્ટ સાથે સેલ કર્યો છે. તમને જણાવીએ કે Galaxy M20ને ભારતમાં જાન્યુઆરી અંતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. ત્યારે Galaxy M10નું પણ લોન્ચિંગ M20ની સાથે કરવામાં આવી હતી. જોકે M30ને તેના એક મહિના પહેલાં લોન્ચ કરવામાં આવ્યો છે.

આ બધા સ્માર્ટફોનમાં એન્ડ્રોયડ ઓરિયો બેસ્ડ Samsung Experience 9.5 UXની સાથે ઉતારવામાં આવ્યો છે. જોકે તાજેતરમાં એન્ડ્રોયડ પાઈ બેસ્ડ One UI ને અપડેટ કર્યો છે. એમેઝોન ઈંડિયા અને સૈમસંગ ઓનલાઈક સ્ટોરના લિસ્ટિંગ મુજબ સૈમસંગ Galaxy M30 4GB રેમ + 64GB સ્ટોરેજ વેરિએંટની કિંમત 14,999 રૂપિયાની જગ્યાએ 13,990 રૂપિયા અને M30ના 6GB રેમ + 128GB સ્ટોરેજની વેરિએંટ હવે 17,990 રૂપિયાની જગ્યાએ 16,990 રૂપિયા થઈ ગઈ છે.

બીજી બાજુ સૈમસંગ Galaxy M20ની વાત કરીએ તો હવે તેમાં 3GB રેમ + 32GB સ્ટોરેજ વેરિએન્ટનો સેલ 9,990 રૂપિયામાં થઈ રહ્યું છે. ત્યારે 4GB રેમ + 64GB સ્ટોરેજ વેરિએન્ટને હવે 11,990 રૂપિયામાં ખરીદી શકો છો. લોન્ચ સમયે આ વેરિએન્ટ્સની કિંમત 10,990 રૂપિયા અને 12,990 રૂપિયા રાખવામાં આવી છે. એ ઉપરાંત એમેઝોન ઈન્ડિયાની સાઈટ પર ICICIબેંકનું ક્રેડિટ કાર્ડEMI ટ્રાન્જેક્શન પર 5 ટકા ઈંસ્ટેંટ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. ત્યારે એમેઝોન અને સૈમસંગ ઓનલાઈન સ્ટોર બંને ઉપર જૂના સ્માર્ટફોનને બદલે એક્સચેન્જ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકો છો.

Read Also

Related posts

જો તમારા ફોનમાં આ એપ છે તો તમારૂ બેન્ક અકાઉન્ટ થઈ શકે છે ખાલી, માર્કેટમાં આવ્યો છે નવો વાઈરસ 

Kaushik Bavishi

સામાન્ય માણસના બજેટમાં મળી રહી છે આ 7 સીટર કાર, જાણો તેના ફિચર્સ અને કિંમત

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!