GSTV
Home » News » લોન્ચ થઈ રહ્યો છે દુનિયાનો 108MP સ્માર્ટફોન કેમેરા સેન્સર, મળશે બીજા પણ ફીચર્સ

લોન્ચ થઈ રહ્યો છે દુનિયાનો 108MP સ્માર્ટફોન કેમેરા સેન્સર, મળશે બીજા પણ ફીચર્સ

ઈલેક્ટ્રોનિક કંપની સેમસંગે 64 મેગાપિક્સલ સ્માર્ટફોન કેમેરા સેન્સર પછી 108 મેગાપિક્સલનો દુનિયાનો પહેલો સ્માર્ટફોન કેમેરા સેન્સર શરૂ કર્યો છે. સેમસંગે આ સેન્સર ચીનના સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમી સાથે મળીને તૈયાર કર્યો છે.

જણાવીએ કે આ પહેલા સેમસંગે 64 મેગાપિક્સલ સેન્સશને શરૂ કર્યો છે જે જલદી જ શાઓમીના નવા સ્માર્ટફોનમાં જોવા મળશે. સેમસંગનો 64 મેગાપિક્સલ સ્માર્ટફોન કેમેરા સેન્સરનું નામ ISOCELL GW1 છે. ત્યારે હવે 108 મેગાપિક્સલ સેન્સરને લઈ સેમસંગનું માનવું છે કે તેની મદદથી સ્માર્ટફોન યુઝર સારી ફોટોગ્રાફી કરી શકશે.

108 મેગાપિક્સલ સ્માર્ટફોન સેન્સર ISOCELL Bright HMXને લઈ સેમસંગનો દાવો છે કે એક્સ્ટ્રીમ લાઈટમાં સારી ફોટોગ્રાફી હશે. આ લેન્સમાં 100 મિલિયન ઈફેક્ટિવ પિક્સલ છે. આ સેન્સરની સાઈઝ 1/1.33 છે. એવામાં લાઈટને અબ્ઝોર્વ કરવા માટે સેન્સરનો મોટો સરફેસ એરિયા મળશે. સેમસંગના આ મોબાઈલ કેમેરા સેન્સરમાં ટેટ્રા ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે, જે 4 પિક્સલને એક સાથે મર્જ કરે છે અને ઓછા પ્રકાશમાં સારો ફોટો ક્લીક કરવામાં મદદ કરે છે.

આ તકનીક ન્વોયજ ઓછું કરીને ફોટોમાં સટીક કલર બતાવે છે. ત્યારે બરાબર રોશનીમાં સેમસંગનો આ સેન્સર સ્માર્ટ આઈઓએસઓ મેકેન્ઝિમનો ઉપયોગ કરશે. આ સેન્સરની મદદથી 6kવીડિયો 30 ફ્રેમ પ્રતિ સેકેન્ડથી રેકોર્ડ કરી શકાય છે. સેમસંગના આ સેન્સરની પ્રોડક્શન આ મહિનાના અંતમાં શરૂ થશે. જોકે ફોનના લોન્ચિંગની તારીખ હજી નક્કી કરવામાં આવી નથી.

Read Also

Related posts

Jio GigaFiber: Free LED TV જરૂર મળશે, પણ ચુકવવી પડશે આટલી કિંમત

Bansari

Google Photos નો ઉપયોગ કરો છો, તો તમારા માટે છે મોટી ખુશખબર

Path Shah

ચીની હેકર્સે ભારતીય હેલ્થકેરની વેબસાઈટને બનાવી નિશાને ,ચોરાયા 68 લાખ ડેટા

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!