GSTV

Samsung લોન્ચ કરશે એકદમ સસ્તો ફોલ્ડેબલ સ્માર્ટફોન, જાણો કિંમત અને ફીચર્સ

આ વર્ષે વધારે પડતી મોટી મોબાઈલ કંપનીઓ પોતાના ફોલ્ડેબલ ફોન લઈને આવી છે. Samsung, LG થી લઈને મોટોરોલા સુધી પોતાના ફોલ્ડેબલ સ્માર્ટફોન બજારમાં ઉતાર્યા છે. આ બધા ફોન ખૂબ જ મોંઘા છે, પરંતુ જો તમે પણ એક ફોલ્ડેબલ ફોન ખરીદવા માગો છો તો નિરાશ થવાની જરૂરિયાત નથી. સેમસંગ જલ્દી એક સસ્તુ ફોલ્ડેબલ સ્માર્ટફોન લઈને આવવાની છે. કંપનીએ નિર્ણય કર્યો છે કે, ખૂબ જલ્દી તેને બજારમાં ઉતારવામાં આવશે.

Galaxy Z Flip Lite હશે

સેમસંગ પોતાના Galaxy Z Flip અને Galaxy Z Fold 2 ની જેમ જ એક ખૂબ સસ્તો સ્માર્ટફોન તૈયાર કરી રહી છે. કંપની તેને જલ્દી બજારમાં લોન્ચ કરી શકે છે. આ ફોનનું નામ Galaxy Z Flip Lite હશે. હાલમાં લીક રિપોર્ટ્સથી જાણવા મળ્યું છે કે, તેને કંપની પોતાની Galaxy S21 ની સાથે જ બજારમાં ઉતારી શકે છે.

ગેલેક્સી Z ફ્લિપનું પણ એક સસ્તુ વર્ઝન

આ વર્ષની શરૂઆતમાં સેમસંગ પોતાના ફ્લેગશિપ સ્માર્ટફોન Galaxy S20 ની સસ્તુ વર્ઝન Galaxy S10 Lite અને Galaxy Note 10 Lite બજારમાં ઉતારી ચૂકી છે. હવે અટકળો લગાવવામાં આવી રહી છે કે, ગેલેક્સી Z ફ્લિપનું પણ એક સસ્તુ વર્ઝન આવશે. આશા જતાવવામાં આવી રહી છે કે, આ નવા ફોલ્ડેબલ સ્માર્ટફોનમાં Snapdragon 865 નું પ્રોસેસર લગાવવામાં આવશે. સાથે જ આ સસ્તા ફોનમાં એક મોટી બેટરી પણ લગાવવાની આશા છે.

READ ALSO

Related posts

ગીર સોમનાથ/ વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીએ વધું એક જીવ લીધો, ઝેરી દવા પી આપધાત કર્યો

Pravin Makwana

અરિંદમ ભટ્ટાચાર્યએ મમતા સરકાર પર લગાવ્યા મોટા આરોપો, હાલમાં જ TMC છોડીને ભાજપમાં થયા છે સામેલ

Mansi Patel

ગુજરાત સરકારે ડ્રેગન ફ્રૂટનું નામ ભલે કમલમ ફ્રૂટ કર્યું પણ ઈન્ટરનેશનલ માર્કેટમાં નહીં ચાલે આ નામ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!