Samsungના મોંઘાદાટ સ્માર્ટફોન્સ ઓછી કિંમતે ખરીદવાની તક, થયા આટલા સસ્તાં

નવું વર્ષ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે તેવામાં જો તમે નવો સ્માર્ટફોન ખરીદવાની વિચારણા કરી રહ્યા છો, તો સેમસંગ પોતાના ગ્રાહકો માટે સારા સમાચાર લાવ્યું છે. સેમસંગે ગેલેક્સી સિરીઝ સ્માર્ટફોનના ભાવમાં ભારે ઘટાડો કર્યો છે. ઓછી કિંમતવાળા ફોનમાં ગેલેક્સી એ 7 (2018), ગેલેક્સી જે 6, જે 4 જેવા શક્તિશાળી ફોનનો સમાવેશ થાય છે. તો ચાલો અમે તમને તે સ્માર્ટફોન્સની નવી કિંમત વિશે જણાવીશું, જે તમે સસ્તાંમાં ખરીદી શકો છો.


Galaxy A7 (2018):


સેમસંગે તાજેતરમાં ગેલેક્સી એ 7 (2018)ના 6 જીબી + 128 જીબી વેરિએન્ટ સ્માર્ટફોનની કિંમતમાં 3,000 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ રીતે, હવે તમે આ સ્માર્ટફોન 25,233 રૂપિયામાં ખરીદી શકો છો, જ્યારે લોન્ચ સમયે કિંમત 28,990 રૂપિયા હતી. આ સાથે જ આ સ્માર્ટફોનના 4GB + 64GB સ્ટોરેજ વેરિઅન્ટને ફક્ત 21,990 માટે ખરીદી શકાશે, આ સ્માર્ટફોનની કિંમત 23,990 હતી.


Galaxy J8:


આ વર્ષે જુલાઇમાં સેમસંગે ગેલેક્સી જે8 બેજેટ સ્માર્ટફોન લૉન્ચ કર્યો હતો. જેની કિંમત 18,990 રૂપિયા હતી. જે હવે તમે 15,990 રૂપિયામાં ખરીદી શકો છો. આ રીતે, કંપનીએ આ ગેલેક્સી જે 8 ના ભાવમાં 3 હજાર રૂપિયાના ઘટાડો કર્યો છે.


Galaxy J6:


3 જીબી અને 4 જીબી રેમ વાળા સ્માર્ટફોનને હવે 12,990 રૂપિયામાં ખરીદી શકશો. કંપનીએ લોન્ચ દરમિયાન તેની કિંમત રૂ .13,990 નક્કી કરી હતી.


Galaxy J4+:


આ સ્માર્ટફોન હવે તમને 9, 990 રૂપિયામાં મળશે, જે અગાઉ રૂ. 10,990 ની કિંમતે મળતો હતો. આ રીતે, કંપનીએ આ સ્માર્ટફોનની કિંમત 1 હજાર રૂપિયા ઘટાડી છે.


હાલમાં, આ તમામ સ્માર્ટફોન્સ માટેના નવા ભાવો સમગ્ર દેશમાં ઑફલાઇન રિટેલ આઉટલેટ્સ પર લાગુ કરવામાં આવ્યા છે. જો કે, આ સ્માર્ટફોન હજી સેમસંગના ઑનલાઇન સ્ટોર પર જૂની કિંમતે વેચાઈ રહ્યો છે. ઈ-કૉમર્સ સાઇટ ફ્લિપકાર્ટ, એમેઝોન ઇન્ડિયા અને પેટીએમએ નવી કિંમતોને યાદી આપી છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter