6 કેમેરા સાથે આવી ગયો દુનિયાનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન Samsung Galaxy Fold

સેમસંગે બુધવારે સેનફ્રાન્સિસ્કોમાં આયોજિત એક ઇવેન્ટમાં પોતાનો ફોલ્ડેબલ સ્માર્ટફોન લૉન્ચ કરી દીધો છે. હકીકતમાં આ દુનિયાનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન છે. સેમસંગે આ ફોલ્ડેબલ સ્માર્ટફોનને Galaxy Fold નામ આપ્યું છે.

Galaxy Foldની કિંમત 1980 ડોલર એટલે કે આશરે 1.41 લાખ રૂપિયા છે. સેમસંગ Galaxy Fold 26 એપ્રિલથી ઉપલબ્ધ થશે. સેમસંગ પોતાના Galaxy Foldને ત્યારે જ ભારતમાં લૉન્ચ કરશે. જો કે તેની કિંમત વિશે પછીથી ઘોષણા કરવામાં આવશે.

એક સાથે 3 એપમાં કામ કરી શકશો

Galaxy Foldનું 5G વેરિએન્ટ પણ હશે પરંતુ કદાચ તે ભારતમાં લૉન્ચ નહી થાય. Galaxy Foldમાં બે ડિસ્પ્લે આપવામાં આવી છે. જ્યારે આ ફોલ્ડેબલ ફોન સ્માર્ટફોન મોડમાં હશે તો તેની સ્ક્રીમ સાઇઝ 7.3 ઇંચ હશે. Galaxy Foldનું 4G LTE અને 5G મોડેલ હશે. Galaxy Fold ફોન થ્રી એપ મલ્ટીટાસ્કિંગની સુવિધા આપશે. એટલે કે યુઝર એક જ સમયે 3 એપ યુઝ કરી શકશે. એક સ્ક્રીનથી બીજી સ્ક્રીનમાં જવા માટે App Continuity ફીચર છે. ફોલ્ડેબલ સ્માર્ટફોનમાં દરેક સ્ક્રીન સ્વતંત્ર રૂપે કામ કરશે.

ફોલ્ડેબલ સ્માર્ટફોનમાં છે કુલ 6 કેમેરા

Galaxy Foldમાં હિન્ઝ આપવામાં આવ્યું છે જેનાથી યુઝર ફોનને ફોલ્ડ કરી શકે છે. સેમસંગનો ફોલ્ડેબલ સ્માર્ટફોન ચાર કલર વેરિએન્ટમાં આવશે. હિન્જના કલરને પણ કસ્ટમાઇઝ્ડ કરી શકાશે. સેમસંગના ફોલ્ડેબલ ફોન Galaxy Foldમાં કુલ 6 કેમેરા હશે. ફોનના બેકમાં ત્રણ કેમેરા હશે. સાથે જ 2 કેમેરા અંદરની તરફ અને એક કેમેરા ફોલ્ડેબલ ફ્રન્ટ હશે.

આ સ્માર્ટફોનમાં 12જીબી રેમ અને 512 જીબીની સ્ટોરેજ હશે. આ ઉપરાંત સેમસંગના ફોલ્ડેબલ સ્માર્ટફોનમાં સાઇડ ફિંગરપ્રિન્ટ સ્કેનર હશે. ફોલ્ડેબલ ફોનને બે ડિસ્પ્લેને પાવર આપવા માટે તેમાં બે બેટરી આપવામાં આવી છે. આ યુનિવર્સલ ફ્લેશ સ્ટોરેજ 3.0નો સપોર્ટ કરતો પહેલો સ્માર્ટફોન છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter