GSTV

સેમસંગની ગણતંત્ર દિવસ પર મોટી ઓફર, TV ખરીદશો તો ફ્રીમાં મળશે સ્માર્ટફોન

ગણતંત્ર દિવસના ખાસ દિવસની ઓફર રૂપે સેમસંગે તેના ગ્રાહકો માટે એક ખાસ ઓફરની જાહેરાત કરી છે. સાઉથ ક્રોયન કંપની દ્વારા ટીવી, વૉશિંગ મશીન, રેફ્રિજરેટર્સ અને માઇક્રોવેવ ઓવન્સ પર અલગ-અલગ ઓફર્સ આપવામાં આવી રહી છે. આ સિવાય અહીં 15 ટકા બેક અને સરળ ઈએમઆઈ સ્કિમ્સની પણ ઓફર આપવામાં આવે છે. આ ઓફર્સ 31 જાન્યુઆરી, 2020 સુધી વેલિડ છે. સેમસંગ QLED TVs, 4K UHD TVs અને કન્વેક્શન માઇક્રોવેવ ઓવર્સ જેવી પ્રોડક્ટ્સ પર ખાસ ગિફ્ટ્સ આપવામાં આવી રહી છે. સાથે-સાથે કંપની રેફ્રિજરેટર્સ, વૉશિંગ મશીન અને એર-કંડીશન પર ફાઇનેન્સની ઓફર પણ આપી રહી છે. આ સિવાય કંપની એક્સિસ બેન્ક, ફેડરલ બેન્ક અને આઈસીઆઈસીઆઈ બેન્ક ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ પર 15 ટકા સુધીના કેશબેકની પણ ઓફર આપી રહી છે.

આ ઓનગોઇંગ ઓફર્સ અંતર્ગત કંપની Samsung QLED અને 4K UHD TVs નાં કેટલાંક મોડલ્સની ખરીદી પર ખાસ ગિફ્ટ્સ આપી રહી છે, ઓફરમાં આપવામાં આવેલ ગિફ્ટ્સમાં 76,000 રૂપિયાનો Galaxy S10 (512GB), 19,999 રૂપિયાનો Galaxy A50s (4GB રેમ), 16,999 રૂપિયાનો Galaxy M30 (6GB રેમ), 8,499 રૂપિયાનો Galaxy A10s (2GB રેમ) અને 3,799 રૂપિયાના સેમસંગ U Flex હેડફોનનો સમાવેશ થાય છે. સાથે-સાથે ગ્રાહકોને 30 દિવસ સુધી ફ્રી Zee5 સબ્સક્રિપ્શનનો પણ લાપ આપવામાં આવશે.

આ જ રીતે કેટલીક ખાસ પ્રોડક્ટ્સ પર સેમસંગની માય સેમસંગ માય ઈએમઆઈ સર્વિસનો લાભ પણ લઈ શકાય છે. જેની મદદથી ગ્રાહકો તેમના બજેટ પ્રમાણે ઈએમઆઈ અને ડાઉન પેમેન્ટ સિલેક્ટ કરી શકે છે. સેમસંગ દ્વારા એક ફ્લેક્સી ઈએમઆઈનો ઓપ્શન પણ આપવામાં આવી રહ્યો છે, તેના ગ્રાહકો સ્ક્રીન સાઇઝ પર બેઝ્ડ ફ્લેક્સિબલ મંથલી ઈએમઆઈ અપનાવી શકે છે. સાથે-સાથે કંપની કેટલીક પ્રોડક્ટ પર કંપની વૉરંટી પણ આપી રહી છે.

ઓનગોઇંગ સેલમાં 28L કન્વેક્શન ઓવન કે તેનાથી ઉપરના મોડલમાં ફ્રી Borosil Kit પણ ઓફર કરવામાં આવે છે. સાથે-સાથે સિરામિક ઈનેમલ કેવિટી પર 10 વર્ષની વોરંટી પણ આપવામાં આવી રહી છે. આ જ રીતે સેમસંગ દ્વારા કેટલાંક ખાસ એસી પર બે વર્ષની વૉરંટી આપવામાં આવી રહી છે. આમ સેમસંગ આ સેલમાં ઘણી ઓફર્સ આપી રહ્યું છે.

Read also:

Related posts

મોદી સરકારની વધશે મુશ્કેલી/ રાજીનામુ આપ્યા બાદ હરસિમરત કૌરની ખુલ્લી ચેતવણી, અત્યાર સુધી હાથ જોડ્યા, હવે દિલ્હીની દિવાલો હચમચાવીશું

Pravin Makwana

પેટીએમ કેવાયસીના નામે છેતરપિંડી આચરતી જામતારાની ગેંગનો અમદાવાદ સાયબર ક્રાઈમે કર્યો પર્દાફાશ

Nilesh Jethva

લોકડાઉનમાં સિનેમા સંચાલકોની હાલત કફોડી, સિનેમા ક્યારે શરૂ થશે તે પણ હજુ નક્કી નથી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!