GSTV
Auto & Tech Trending

આજે જ લાભ ઉઠાવો / 10 હજાર રૂપિયા સસ્તો થયો સેમસંગનો આ પ્રીમિયમ સ્માર્ટફોન, બજેટ ફોન પર પણ ભારે છૂટ

સેમસંગએ ગ્રાહકો માટે સેમસંગ ડેઝ સેલ આયોજિત કર્યો છે. આ સેલ અમેઝોન, ફ્લિપકાર્ટ અને સેમસંગ.કોમ પર રાખવામાં આવ્યો છે. સેલનો અંતિમ દિવસ 19 એપ્રિલ છે અને ગ્રાહકો અહીંથી સેમસંગની પ્રોડક્ટને સસ્તામાં ખરીદી શકે છે. કંપનીએ જાહેરાત કરી છે કે સેલ દરમિયાન ગ્રાહક Samsung Galaxy S20 Ultra પર 10 હજાર રૂપિયાનું કેશબેક, ગેલેક્સી S21+ પર 7 હજાર રૂપિયાનું કેશબેક અને ગેલેક્સી S21 પર 5 હજાર રૂપિયાનું કેશબેક આપવામાં આવી રહ્યું છે, જેના માટે ગ્રાહકોને HDFC બેંક ક્રેડિટ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવાનો રહેશે (માત્ર EMI ટ્રાન્ઝેક્શન).

Samsung Galaxy S20 Ultraના ફીચર્સ

સેમસંગ ગેલેક્સી S20 અલ્ટ્રા એક એવો સ્માર્ટફોન છે, જેનું વજન 220 ગ્રામ છે અને તેની જાડાઈ 8.8 mm છે. આ ફોનમાં 6.9 ઇંચનો ડિસ્પ્લે અને 1440 x 3200 પિક્સલ્સ રેઝોલ્યૂશન આપવામાં આવે છે. Samsungના આ હેન્ડસેટ Android v10 (Q) ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. ફોનને પાવર આપવા માટે તેમાં 5000mAh બેટરી આપવામાં આવી છે.

Samsung Galaxy S21 સીરીઝ સિવાય સૈમસંગ કંપની તેની A-સીરીઝ, F-સીરીઝ અને M-સીરીઝ સ્માર્ટફોન ઉપર પણ ઓફર આપી રહી છે.

સાથે જ જો ગ્રાહક HDFC બેંક ક્રેડિટ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરે છે, તો તેમને ગેલેક્સી M51, ગેલેક્સી M31s, ગેલેક્સી M31, ગેલેક્સી M11, ગેલેક્સી M12, ગેલેક્સી M02s, ગેલેક્સી M02, ગેલેક્સી M01, ગેલેક્સી M01s, ગેલેક્સી F41, ગેલેક્સી F02s, ગેલેક્સી A71, ગેલેક્સી A51, ગેલેક્સી A31, ગેલેક્સી A21s અને ગેલેક્સી A12 પર 10 ટકાનો ઇન્સ્ટેન્ટ કેશબેક મળશે, જે 1000 રૂપિયા સુધી હશે.

ફ્લિપકાર્ટ પર પણ ચાલી રહ્યો છે Carnival સેલ

ઉપરાંત ફ્લિપકાર્ટ પર સ્માર્ટફોન કાર્નિવલ સેલ ચાલી રહ્યો છે, આ સેલ 20 એપ્રિલ સુધી ચાલશે. અહીંથી સેલમાં ગ્રાહક એપલ આઇફોન 12 પ્રો મેક્સ, પોકો M3, iQOO 3, શાયોમી Mi 10T, રિયલમી નાર્જો 30A, આઇફોન 11, મોટો G10 પાવર જેવા ફોનને ઓછી કિંમતમાં ખરીદી શકે છે.

Read Also

Related posts

સાઉથની વધુ એક ફિલ્મનો બોક્સ ઓફિસ પર તરખાટ, ‘પોન્નિયિન સેલ્વન’નુ બે દિવસનુ કલેક્શન 150 કરોડ

GSTV Web Desk

Ind Vs SA / ભારતે બીજી મેચમાં પણ આફ્રિકાને ચટાડી ધૂળ, ટી-20 સીરીઝ પર જમાવ્યો કબ્જો

Hardik Hingu

ભારત જોડો યાત્રા / ભારે વરસાદ વચ્ચે પણ રાહુલ ગાંધીનું ભાષણ જારી, અમને કોઈ નહીં રોકી શકે

Hardik Hingu
GSTV