GSTV

CES 2021: સેમસંગની આ ટેક્નોલોજી રિમોટની આ સમસ્યામાંથી આપશે છૂટકારો

જો તમે પણ તમારા ટેલિવિઝનના રિમોટની બેટરીને વારંવાર બદલવાની ચિંતા કરતા હો, તો સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ તમારા માટે સારા સમાચાર લઈને આવ્યા છે. લાસ વેગાસમાં ચાલી રહેલા કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શો (CES 2021) માં, દક્ષિણ કોરિયન કંપની સેમસંગે એક રિમોટ રજૂ કર્યું છે જે સૌર ઉર્જાથી ચાલશે.

સેમસંગના સોલર સેલ રિમોટ કંટ્રોલ વિશેની શ્રેષ્ઠ બાબત એ છે કે તે ઘરની અંદરના બારીઓ અને દરવાજામાંથી આવતા સૂર્યપ્રકાશથી ચાર્જ થઈ જશે. આની મદદથી, તમે બેટરી બદલવાની પરેશાનીથી છુટકારો મેળવશો, અને પ્રદૂષણને નિયંત્રિત કરવામાં આવશે. કંપનીનો દાવો છે કે આ રિમોટમાં કુલ 31 ટકા પ્લાસ્ટિકનો ઉપયોગ થયો છે.  જેમાંથી 24 ટકા રિસાયકલ પ્લાસ્ટિકથી બનેલું છે.

સામાન્ય રીતે રીમોટની બેટરી સમય સમય પર બદલવાની રહે છે. રીમોટ માટે યોગ્ય રીતે કાર્ય કરવા માટે નવી બેટરી એ વિકલ્પ છે. જે ખર્ચમાં વધારો કરે છે અને કચરો એકઠા કરે છે. આવી સ્થિતિમાં, સેમસંગે તેની ‘ગોઇંગ ગ્રીન’ યોજના હેઠળ સોલર રિમોટ બનાવવાની જાહેરાત કરી છે. નવા ટીવી રિમોટનું નામ ‘સોલર સેલ રિમોટ કંટ્રોલ’ તરીકે કહેવામાં આવી રહ્યું છે. તેમાં એક નાનકડી સોલર પેનલ સ્થાપિત કરવામાં આવી છે, જે ઘરની અંદર અને બહાર સૌર ઉર્જા સાથે ચાર્જ કરી શકાય છે. કંપનીનું આ નવું રિમોટ દર વર્ષે 1.4 કરોડ બેટરીમાંથી પેદા થતાં કચરાને રોકવામાં મદદ કરશે.

Samsung Electronicએ કહ્યુ છેકે, તે પોતાની ઈકો-ફ્રેન્ડલી યોજનાનો વિસ્તાર કરતાં 2021માં લોન્ચ થતાં મોટાભાગના ટેલિવિઝન સેટ્સના રિસાયક્લિંગ માટે પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરવાની તેની ઇકો-ફ્રેંડલી યોજનાને વિસ્તૃત કરી રહી છે. આ સાથે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ગ્રાહકોને આ વર્ષે શરૂ કરાયેલા સેમસંગ ટીવીની સાથે સોલર રિમોટ આપવામાં આવશે.

READ ALSO

Related posts

સાવધાન! ભૂલથી પણ આ 7 ચીજવસ્તુઓને ક્યારેય તમારા ફ્રિજમાં ના મૂકતા નહીંતર…

Pravin Makwana

તમારા નસકોરાં બોલવા પાછળ ક્યાંક ઓએસએ તો જવાબદાર નથી, જાણો કઈ રીતે મેળવશો તેનાથી છુટકારો

Ali Asgar Devjani

Suzuki Access 125ની ખરીદવું પડશે મોંઘુ, કંપનીએ કિંમતમાં કર્યો આટલા રૂપિયાનો વધારો

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!