GSTV

15 દિવસની બેટરી સાથે Samsung નો નવો ફિટનેસ બેન્ડ ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

Samsung એ ભારતમાં લેટેસ્ટ ફિટનેસ ટ્રેકર Galaxy Fit2 ને લોન્ચ કરી દીધો છે. તેને AMOLED ડિસ્પ્લે અને 15 દિવસની બેટરીની સાથે લોન્ચ કરવામાં આવ્યા છે. Samsung એ Galaxy Fit2 ને છેલ્લા મહીને પોતાના ‘લાઈફ અનસ્ટોપેબલ’ વર્ચુએલ ઈવેન્ટ દરમિયાન લોન્ચ કર્યા હતા.

સ્વેટ રેસિસ્ટેંટ સ્ટ્રેપ આપવામાં આવ્યા

Galaxy Fit2 ની કિંમત 3,999 રૂપિયા રાખવામાં આવી છે. ગ્રાહક તેને આજથી જ કંપનીના ઓનલાઈન સ્ટોર, ઓફલાઈન સ્ટોર અને એમેજોન ઈન્ડિયા પરથી ખરીદી શકશે. આ ફિટનેસ ટ્રેકર બે કલર ઓપ્શન બ્લેક અને સ્કારલેટમાં ઉપલબ્ધ હશે. સ્પેસિફિકેશનની વાત કરીએ તો તેમાં 3D કર્વ્ડ ગ્લાસની સાથે 1.1 ઈંચ AMOLED ડિસ્પ્લે આપવામાં આવ્યો છે. આ ડિસ્પ્લેની બ્રાઈટનેસ 450nits છે. આ વજન 21 ગ્રામછે અને તેમાં સ્વેટ રેસિસ્ટેંટ સ્ટ્રેપ આપવામાં આવ્યા છે.

વોટર લોક મોડ પણ હાજર

Galaxy Fit2 માં 70 વોચ ફેસનો સપોર્ટ આપવામાં આવશે. જેને ડાઉનલોડ કરવામાં આવી શકે છે. તેમાં ડિસ્પ્લેને વેક કરવા અને નેવિગેશન માટે એક સિંગલ ટચ આપવામાં આવ્યો છે. Glalaxy Fit2 પાંચ ઓટોમેટિક વર્કઆઉટ્સ અને સેમસંગ લાઈબ્રેરીમાં 90 સુધી વર્કઆઉટ્સ આપવામાં આવ્યા છે. સાથે જ તેમાં સ્લીપ ટ્રેકિંગ અને સ્ટ્રેસ ટ્રેકિંગ જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. Galaxy Fit2 માં 5ATM વોટર રેસિસ્ટેંસ આપવામાં આવ્યા છે અને સ્વિમિંગ દરમિયાન એક્સીડેંટલ એક્ટિવેશનથી બચાવવા માટે તેમાં વોટર લોક મોડ પણ હાજર છે.

એક મ્યૂઝિક કંટ્રોલર પણ છે

આ ફિટનેસ બેન્ડ નોટિફિકેશન્સ માટે પ્રીસેટ રિપ્લાઈ પણ સપોર્ટ કરે છે. સાછે જ તેમાં એક મ્યૂઝિક કંટ્રોલર પણ છે. તેની બેટરી 159mAh ની છે અને કંપનીના દાવા પ્રમાણે તેને સિંગલ ચાર્જ બાદ 15 દિવસ સુધી ચલાવી શકાય છે.

READ ALSO

Related posts

જખૌ ખાતેથી ચરસની દાણચોરી ઝડપાઈ, 1 કિલોના પાંચ પેકેટ મળી આવ્યા

Pravin Makwana

અમદાવાદ/ સંકટ સમયે ઉગારતી વાન આવી સંકટમાં, 108 ઈમરજન્સી વાન આગના કારણે ભભૂકી

Pravin Makwana

PAKમાં બગાવતના અણસાર, પૂર્વ પીએમ નવાજ શરીફે કહ્યું દેશમાં ચાલી રહ્યાં બે શાસનો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!