Samsungએ લૉન્ચ કર્યા 4K UHD TV, 41,990 રૂપિયાથી શરૂ

સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગે ભારતીય માર્કેટ માટે 4K UHD ટીવી સીરીઝની નવી લાઈન અપ રજૂ કરી છે. આ સીરીઝના ટીવી ઑનલાઈન મળશે. કંપની તેના દ્વારા શાઓમીને ટક્કર આપશે, જે હાલમાં ભારતીય માર્કેટમાં ટીવી લૉન્ચ કરીને ચર્ચામાં આવ્યો છે.

સેમસંગે નવા UHD TVને ત્રણ સાઈઝની સાથે રજૂ કરવામાં આવ્યું છે- 43 ઈંચ, 50 ઈંચ અને 55 ઈંચ. કંપનીએ તેમાં સુપર સિક્સ ફીચર્સને હાઈલાઈટ કર્યુ છે. જેમાં લાઈવ કાસ્ટ, ટ્યૂન સ્ટેશન, સ્ક્રીન મિરરિંગ, લૈગ ફ્રી ગેમિંગ, રિયલ 4K રિઝ્લ્યુશન અને 60 ટાઈટલ્સ સામેલ છે.

નવા ટીવી મૉડલને યૂઝર્સ ફક્ત ફ્લિપકાર્ટ, એમેઝોન અને સેમસંગ ઑનલાઈન શોપ પરથી ખરીદી શકશે. કંપનીનો દાવો છે કે નવા ટીવી લાઈનઅપમાં રિયલ 4K છે, જે સાધારણ ફુલ એચડી ટીવીથી 4 ગણુ વધારે પિક્સલ આપશે.

43 ઈંચ સેમસંગ UHD TVની કિંમત 41,990 રૂપિયા છે, જ્યારે 43 ઈંચનું મૉડલ 51,990 રૂપિયામાં મળશે અને 55 ઈંચ મૉડલની કિંમત 61,990 રૂપિયા છે. જોકે, પ્રારંભિક ઑફર્સ હેઠળ 14 માર્ચ સુધી નો કૉસ્ટ ઈએમઆઈનું ઑપ્શન મળશે અને સાથે જ એક્સચેન્જ ઑફર હેઠળ 2000 રૂપિયાનું ઑફ પણ મળશે. ફ્લિપકાર્ટ પર પણ ટીવી પર 2000 રૂપિયાનુ ડિસ્કાઉન્ટ મળશે. એટલેકે 14 માર્ચ સુધી તમે 43 ઈંચની UHD ટીવી 39,990 રૂપિયામાં ખરીદી શકો છો.

ખાસ ફીચર્સની વાત કરીએ તો તેમાં લાઈવ કાસ્ટનું ફીચર આપવામાં આવ્યું છે. જે હેઠળ કોઈ પણ લોકેશન પરથી તમે પોતાના સ્માર્ટફોનથી ઘરમાં લગાવવામાં આવેલા ટીવી પર લાઈવ બ્રોડકાસ્ટ કરી શકો છો. સારા ઑડિયો એક્સપીરિયન્સ માટે તેમાં ટ્યૂન સ્ટેશન આપવામાં આવ્યું છે. ગેમ મોડ માટે તેમાં ક્વૉડ કોર પ્રોસેર છે, કારણકે લૈગ ફ્રી ગેમિંગ કરી શકાય. સ્ક્રીન મિરરિંગ ફીચર માટે સ્માર્ટફોનના કૉન્ટેન્ટ ટીવી પર જોઈ શકાય છે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં શાઓમીના ટીવી ખૂબ લોકપ્રિય થઈ રહ્યાં છે અને સેમસંગ તેને ટક્કર આપવાની તૈયારીમાં છે. ફક્ત ટીવી, પરંતુ બજેટ સ્માર્ટફોન સેગમેન્ટમાં પણ ભારતીય માર્કેટમાં શાઓમી સેમસંગની આગળ નિકળી ગઇ છે. હાલમાં સેમસંગે તેની સામે ટક્કર લેવા M સીરીઝ અને A સીરીઝના સ્માર્ટફોન રજૂ કર્યા છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter