GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

આ સ્માર્ટફોન કંપનીએ યુઝર્સ માટે લોન્ચ કરી નવી સર્વિસ, ખરીદતા પહેલા ઘરે મગાવો ફોન

દક્ષિણ કોરિયાઈ મોબાઈલ કંપની સેમસંગે પોતાના ગ્રાહકો માટે નવી સર્વિસની જાહેરાત કરી છે. સેમસંગે વેચાણ અને ગ્રાહકોને એક્સપ્લોરમાં મદદ અને ગેલેક્સી ડિવાઈસોને ખરીદવામાં મદદ કરવા માટે એક્સપીરિયન્સ સેમસંગ એટ હોમ સર્વિસ (Experience Samsung at Home) શરૂ કરી છે. નવી સેવા ન માત્ર યુઝર્સને પોતાની પસંદના ગેલેક્સી ઉપકરણો માટે હોમ ડેમો બુક કરવામાં મદદ કરશે, પરંતુ તે ઓનલાઈન ખરીદી પણ શકે છે અને તેની પાસેના સેમસંગ એક્સક્લૂસિવ આઉટલેટથી ડિલીવર કરાવવામાં આવશે. હાલમાં સેમસંગ આ નવી સર્વિસને લગભગ 900 સેમસંગ એક્સક્લૂસિવ રિટેલ આઉનટલેટ્સ પર કરવા જઈ રહ્યા છે. સેમસંગે જણાવ્યુ છે કે, આગામી દિવસોમાં તેનાથી વધારે આઉટલેટમાં વધારવામાં આવશે.

પ્રોડક્ટ્સને ઓનલાઈન જોઈ શકશો

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની રીપોર્ટ પ્રમાણે, સેમસંગ ઈંડિયાના સીનિયર વાઈસ પ્રેસિડેન્ટ મોહનદિપ સિંહે કહ્યુ છે કે, ગ્રાહકોની સુરક્ષા સુનિશ્વિત કરવા માટે ઘણા ઉપાય કર્યા છે. કારણ કે, આ મહામારીથી લડવા માટે સોશિયલ ડિસ્ટેસિંગ જરૂરી છે. આ નવી સર્વિસ થકી ગ્રાહક અમારા પ્રોડક્ટ્સને ઓનલાઈન જોઈ શકશો અને ખરીદી પણ શકશો. તેમણે નજીકના સેમસંગ એક્સક્લૂસિવ સ્ટોર પરથી ઓફલાઈન ડિલિવરી મળી જશે.

હોમ ડેમો અહીંયા કરો બુક

જો તમે સેમસંગની ડિવાઈસ ઘર મગાવવા માગો છો તો, તમે ઓનલાઈન બુક કરી શકો છો. હોમ ડેમો માટે અક્પીસિયંસ હશે અને અહીંયા પોતાની કોન્ટેક્ટ ડિટેલ્સ બુક કરો. ગ્રાહકોને પોતાના નજીકના સેમસંગ સ્ટોરને પસંદ કરવાનો છે. ત્યારબાદ ગ્રાહકની જાણકારી સેમસંગને મોકલવામાં આશે અને તે 24 કલાકની અંદરની તમને સંપર્ક કરશે.

લેણદેણ ડિજિટલ ચેનલના માધ્યમ થકી

સેમસંગે તે પણ પુષ્ટી કરી છે કે, સેમસંગ એક્સપીરિયન્સ કંસલ્ટેંટ (SECs)ને સુરક્ષા દિશાનિર્દેશોનુ પાલન કરવા માટે પ્રશિક્ષિત કરવામા આવ્યા છે. ગેલેક્સી પ્રોડક્ટ્સની હોમ ડિલીવરી માટે બધી સુરક્ષા દિશાનિર્દેશોનુ પાલન કરવામાં આવે છે અને લેણદેણ ડિજિટલ ચેનલના માધ્યમથી કરવામાં આવે છે.

READ LSO

Related posts

આ જિલ્લામાં કોરોનાના દર્દીઓને હવે વિના મૂલ્યે મળશે ખાનગી હોસ્પિટલ જેવી સુવિધા

Nilesh Jethva

સેના પ્રમુખનો આદેશ: ચીનનો ઘેરાવ કરવા ભારતીય સેના કોઈ પણ પરિસ્થિતી માટે તૈયાર, લડવા માટે રહો સજાગ

Mansi Patel

વિમાન દુર્ઘટના: જો આગ લાગી હોત તો અતિ ગંભીર સાબિત થાત, મેંગ્લોર દુર્ઘટનામાં 160 લોકોના થયા હતા મોત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!