GSTV
Home » News » સેમસંગ દ્વારા Gear IconX 2018 થયું લોન્ચ, જાણો તેના ફિચર્સ વિશે

સેમસંગ દ્વારા Gear IconX 2018 થયું લોન્ચ, જાણો તેના ફિચર્સ વિશે

દક્ષિણ કોરિયાઈ ટેકનોલોજી દિગ્ગજ કંપની સેમસંગ દ્વારા નવું એક Gear IconX 2018ને ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું છે. કંપની દ્વારા આ ડિવાઈસની કિંમત ૧૩,૯૯૦ રૂપિયા રાખવામાં આવી છે.Gear IconX એ એક વાયરલેસ ઈયરબડ છે અને આ ડિવાઈસમાં ૪ GB ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવેલ છે તેમજ એક સાઉન્ડ ફંક્શન પણ છે. ગ્રાહકોને આ ડિવાઈસ બ્લેક કલર ઓપ્શનમાં ઉપલબ્ધ હશે. ગ્રાહકો સેમસંગના આ નવા ડિવાઈસને ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને માધ્યમમાં ખરીદી શકે છે.

આ ઈયરબડમાં મ્યુઝિક વાયરલેસ દ્વારા અથવા તો સ્માર્ટફોન અને PCમાં કેબલ દ્વારા લોડ કરી શકાય છે. જયારે આ ડિવાઈસ તમારા મોબાઈલ કે PC સાથે કનેક્ટ થઇ જશે, ત્યારબાદ તમે મ્યુઝિકનો આનંદ માણી શકો છો.

આ ડિવાઈસની કનેક્ટિવિટીની વાત કરવામાં આવે તો, આ બડ દ્વારા યુઝર્સ કોલ રિસીવ પણ કરી શકે છે અને વોયસ આસિસ્ટન્ટને પણ સપોર્ટ કરે છે. Gear IconXમાં USB 2.0 અને બ્લુટુથ 4.2નું સપોર્ટ પણ આપવામાં આવ્યું છે અને સાથે સાથે આ ડિવાઈસમાં એક્સીલેરોમીટર અને પ્રોક્સીમિટિ સેન્સર પણ આપેલ છે.

કંપની દ્વારા જાણકારી આપવામાં આવી છે કે, Gear IconXમાં ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત કંપનીનો દાવો છે કે, આ ડિવાઈસમાં સિંગલ ચાર્જ બાદ સતત ૫ કલાક સુધી યુઝર્સ મ્યુઝિકનો આનંદ માની શકે છે.આ ઉપરાંત સેમસંગ Gear IconXમાં એક્ટીવિટિ ટ્રેકિંગ ફિચર્સ પણ ઇનબિલ્ટ છે, જેના દ્વારા ઈયરબડ ઘણા પ્રકારના ફિટનેસ રેકોર્ડ ટ્રેક કરી શકે છે.

Related posts

Tata Skyએ બદલી 25 ચેનલ પેકની કિંમત, હવે સસ્તામાં જોઈ શકશો ટીવી ચેનલ્સ

Dharika Jansari

આ કંપનીના સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે વડાપ્રધાન મોદી અને અમિત શાહ

Riyaz Parmar

તમારા ફોનની બેટરીના લોન્ગ લાઈફ માટે ધ્યાનમાં રાખો આ વાતો, ફાયદામાં રહેશો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!