GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

સેમસંગના આ ફોલ્ડેબલ ફોનને આજે અડધી કિંમતમાં ખરીદવાની છે તક, આ રીતે ખરીદો

સેમસંગ તરફથી 9 જુલાઈએ 12 વાગ્યે અને 6 વાગ્યાની વચ્ચે પોતાના પ્લેટફોર્મ ઉપર ગેલેક્સી અવર્સ ફ્લેશ સેલનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફ્લેશ સેલ દરમયાન કંપની સેમસંગની અધિકારીક વેબસાઈટ ઉપરથી ગેલેક્સી ઝેડ ફ્લીપ ખરીદનારા ગ્રાહકોને 50 ટકા કેશબેકની ઓફર કરશે. એટલે કે ગ્રાહક આ ફોલ્ડેબલ ફોનને અડધી કિંમતમાં ખરીદી શકશે.

પરંતુ અહીંયા એક વાત પણ આ છે કે, અપકમિંગ સેલમાં માત્ર ત્રણ જ લક્કી ગ્રાહકોને ગેલેક્સી ઝેડ ફ્લીપ ખરીદવા ઉપર 50 ટકા કેશબેકનો ફાયદો મળશે.

આ સીવાય કંપનીના ફ્લેશ સેલમાં ગેલેક્સી ઝેડ ફ્લીપ ખરીદનારા તમામ ગ્રાહકોને 1 વર્ષ માટે વનટાઈમ એક્સિડેંટલ ડેમેજ પ્રોટેક્શન સર્વિસ આપવામાં આવશે. સાથે જ ગ્રાહકોને ઝીરો કોસ્ટ ઉપર ગેલેક્સી એશ્યોર્ડ પ્લાન પણ મળશે. જે તે સુનિશ્ચિત કરશે કે ગ્રાહકોને તેના ડિવાઈસના 70 ટકા સુધીની વેલ્યુ પાછી મળે.

ગેલેક્સી ઝેડ ફ્લીપ ઉપર બેનિફિટ્સ દેવા સીવાય સેમસંગ દ્વારા અપકમિંગ સેલમાં બીજા ગેલેક્સી પ્રોડક્ટ્સ જેવા કે, સ્માર્ટફોન, વિયરેબલ્સ, ટેબલેટ્સ અને એસેસરીઝ ઉપર ડિસ્કાઉન્ટ પણ ઓફર કરવામાં આવી રહી છે.

સેલ દરમયાન ગ્રાહક એચડીએફસી, આઈસીઆઈસીઆઈ અને સીટીબેંકના બેંક ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ઉપર 6 હજાર રૂપિયા સુધીનું કેશબેક પ્રાપ્ત કરી શકે છે. આ સીવાય ગ્રાહકો પોતાનો જૂનો સ્માર્ટફોન એક્સચેંજ કરવા ઉપર 8 હજાર રૂપિયા સુધીની એકસ્ટ્રા એક્સચેંજ વેલ્યુ પણ મળશે.

સેમસંગ ગેલેક્સી ઝેડ ફ્લીપની કિંમત ભારતમાં 1,09,999 રૂપિયા છે. આ ગ્રાહકો માટે મિરર પર્પલ, મિરર બ્લેક અને મિરર ગોલ્ડ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે.

Related posts

વહીટી તંત્ર આવ્યુ એક્શન મોડમાં, AMCએ ખાણી પીણીના 4 યુનિટ કર્યા સીલ

pratik shah

રામાયણની સીતા દીપિકા ચિખલીયા ‘ગાલિબ’થી કમબેક કરશે, ફિલ્મનું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ

Bansari

One Nation One Ration Card: જૂના રાશન કાર્ડનો અહીં કરી શકશો ઉપયોગ, નવું કાર્ડ કઢાવવું પણ છે જરૂરી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!