GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

7000 રૂપિયા સસ્તો થઇ ગયો Samsungનો આ ધાંસૂ ફોન, 8000 રૂપિયાનું બોનસ પણ મળશે

samsung

Samsungના ફોલ્ડેબલ Galaxy Z Flipને ખરીદવાની શાનદાર તક મળી રહી છે. કંપનીએ આ ફોનની કિંમતમાં 7 હજાર રૂપિયાનો ઘટાડો કર્યો છે. પ્રાઇસ કટ બાદ આ ફોનની શરૂઆતની કિંમત 1,15,999 રૂપિયાથી ઘટીને 1,08,999 રૂપિયા થઇ ગઇ છે. આ ઉપરાંત આ સ્ટાઇલિશ ફોલ્ડેબલ ફોન પર કંપની 8 હજાર રૂપિયાનું અપગ્રેડ બોનસ પણ આપી રહી છે. અપગ્રેડ બોનસ કેટલાંક સિલેક્ટેડ ફોન્સ પર આપવામાં આવી રહ્યું છે.

આકર્ષક EMI પર ખરીદો Samsung Galaxy Z Flip 

યુઝર માટે ફોન ખરીદવો હવે સરળ બની ગયો છે. તેના માટે Galaxy Z Flip  પર આકર્ષક નો-કોસ્ટ ઇએમઆઇનો પણ ઓપ્શન આપવામાં આવી રહ્યો છે. નો-કોસ્ટ ઇએમઆઇ તમામ મુખ્ય બેન્કના કાર્ડ્સ પર ઑફર કરવામાં આવી રહી છે. આ ફોનને તમે મહત્તમ 18 મહિનાની ઇએમઆઇ પર ખરીદી શકો છો.

Samsung Galaxy Z Flip ના ફિચર્સ અને સ્પેસિફિકેશન

સેમસંગનો આ ફોલ્ડેબલ સ્માર્ટફોન 6.7 ઇંચની HDR 10+ ડાયનેમિક AMOLED ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે સાથે આવે છે. ફોનમાં ખાસ ફોલ્ડેબલ ગ્લાસ ઇનફિનિક્સ ફ્લેક્સ ડિસ્પ્લેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફોનને બહારની તરફથી આપવામાં આવેલી ડિસ્પ્લે 1.05 ઇંચની છે. 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ સાથે આ ફોનમાં સ્નેપડ્રેગન 855+ ઓક્ટા-કોર પ્રોસેસર આપવામાં આવી છે.

ફોટોગ્રાફી માટે ફોનમાં 12 મેગાપિક્સલ+ 12 મેગાપિક્સલનો ડ્યુલ રિયર કેમેરા સેટઅપ મળે છે. સાથે જ સેલ્ફી માટે ફોનમા 10 મેગાપિક્સલનો પંચ હોલ કેમેરા પણ છે. ફોનને પાવર આપવા માટે તેમાં 3300mAhની બેટરી આપવામાં આવી છે.

Samsung Galaxy Z Flip ની ખાસિયત

ફોનની ખાસ વાત એ છે કે તે ડ્યુઅલ સિમ સ્માર્ટફોન છે. તેમાં એક ઇ-સિમ અને એક નેનો સિમ કાર્ડ સ્લોટ આપવામાં આવ્યો છે. ફોનને અલગ-અલગ એન્ગલથી ખોલી શકાય છે. તેનાથી ફોનમાં સેલ્ફી લેવી, વ્લોગિંગ કરવુ સરળ બની જાય છે. ફોનમાં નવુ ગૂગલ ડ્યુઓ ઇંટિગ્રેશન આપવામાં આવ્યું છે, જે વીડિયો ચેટિંગ એક્સપિરિયન્સને સરળ અને મજેદાર બનાવે છે.

ફોનની એક વધુ ખાસિયત છે કે તે એક્સિડેંટલ ડેમેજ કેર સાથે આવે છે. તેમાં વન ટાઇમ સ્ક્રીન પ્રેઝન્ટેશન અને 24X7 ડેડિકેટેડ કૉલ સેન્ટર સપોર્ટ પણ મળે છે. ફોન મિરર ગોલ્ડ, મિરર પર્પલ અને મિરર બ્લેક કલર ઓપ્શનમાં મળે છે. 

Read Also

Related posts

ધારાસભ્ય દળની બેઠકમાં માંગ: પાયલટ જૂથના ધારાસભ્યોની ઘરવાપસીના દરવાજા થાય બંધ

pratik shah

વડોદરામાં વધતાં કોરોના સંક્રમણ વચ્ચે નહી પડે બેડની અછત, હજુ હોસ્પિટલોમાં ખાલી પડ્યાં છે આટલા ટકા બેડ

Bansari

ગુજરાત સરકાર આજે ખેડૂતોના હિતમાં મોટી જાહેરાત કરે તેવી શક્યતા, CM પત્રકાર પરિષદમાં કરશે સંબોધન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!