12GB રેમ અને 1TB સ્ટોરેજની સાથે લોન્ચ થશે આ ફોન, 5જીનો પણ સપોર્ટ મળશે

સેમસંગનો નવા સ્માર્ટફોન સેમસંગ ગેલેક્સી એસ 10 (Samsung Galaxy S10)ને લઈને રિપોર્ટ લીક થઈ રહી છે. અલગ-અલગ રિપોર્ટમાં અલગ-અલગ દાવા કરાઈ રહ્યાં છે. હવે એક નવા રિપોર્ટમાં કહેવાઈ રહ્યું છે કે સેમસંગ ગેલેક્સી એસ 10ને 12 જીબી રેમ અને 1 ટીબી ઇનબિલ્ટ સ્ટોરેજની સાથે લોન્ચ કરી શકાય છે, જોકે, ગેલેક્સી એસ 10નો આ 5જી વેરિએન્ટ હશે. 4જી વેરિએન્ટમાં 12 જીબી રેમ મળશે નહીં.

મીડિયા રિપોર્ટનું માનીએ તો સેમસંગ ગેલેક્સી એસ 10ના 5G વેરિએન્ટને Beyond Xના નામથી લોન્ચ કરી શકાય છે. સેમસંગ ગેલેક્સી એસ 10માં 6.7 ઈંચની ડિસ્પ્લેની સાથે કુલ 5 કેમેરા હશે. જેમાંથી ત્રણ કેમેરા રિયર પેનલ પર અને બે ફ્રન્ટમાં હશે. ફોનની લોન્ચિંગ નવા વર્ષે ફેબ્રુઆરીમાં થઈ શકે છે. જોકે, આ ફોનનો 5જી વેરિએન્ટ 5જી નેટવર્ક લોન્ચ થયા બાદ જ માર્કેટમાં આવશે.

ITHome claimના રિપોર્ટમાં દાવો કરાઈ રહ્યો છે કે Galaxy S10ના એક ખાસ વેરિએન્ટમાં 12GB રેમની સાથે 1 ટીબીની સ્ટોરેજ મળશે, જોકે, હજી સુધી સ્પષ્ટ થયંે નથી કે સ્ટોરેજને મેમરી કાર્ડ દ્વારા વધારવામાં આવશે કે નહીં. સેમસંગ ગેલેક્સી એસ 10 વ્હાઇટ, બ્લેક, યલ્લો અને ગ્રીન કલર વેરિએન્ટમાં લોન્ચ થઈ શકે છે.

કેટલાંક અહેવાલમાં એમ પણ કહેવાઈ રહ્યું છે કે કંપનીએ સેમસંગ ગેલેક્સી એસ 10ને બે વેરિએન્ટમાં લૉન્ચ કરશે. પ્રથમ વેરિએન્ટ વાળા ફોનની ડિસ્પ્લે 6.7 ઈંચની અને બીજાની 5.8 ઈંચ હશે. ફોનની સાથે વાયરલેસ ચાર્જિગનો પણ સપોર્ટ મળશે. આ સિવાય સેમસંગ ગેલેક્સી એસ 10માં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ અપાઈ શકે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter