GSTV
Home » News » સેમસંગે પોતાનો લોકપ્રિય ગેલેક્સી S10 સ્માર્ટફોન ભારતમાં કર્યો લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

સેમસંગે પોતાનો લોકપ્રિય ગેલેક્સી S10 સ્માર્ટફોન ભારતમાં કર્યો લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

છેલ્લા ઘણા સમયતી સેમસંગ ગેલેક્સી S10ના સસ્તા વર્ઝનની રાહ જોવાઈ રહી હતી, ત્યારે યુઝર્સની આ રહા હવે પૂર્ણ થઈ ગઈ છે. કારણ કે, સેમસંગે આજે પોતાના ગેલેક્સી S10ને ભારતમાં લોન્ચ કરી દીધો છે. આ સેમસંગનો એક સસ્તો સ્માર્ટફોન છે. આ સ્માર્ટફોનનું વેંચાણ 4 ફેબ્રુઆરીથી શરૂ થશે. જો કે, આ ફોનનું ઓનલાઈન પ્રી-બુકિંગ વિવિધ શોપિંગ એપ પર શરૂ થઈ ગયું છે.

ગેલેક્સી S10 Liteના ફીચર્સ

સેમસંગના ગેલેક્સી S10 Lite સ્માર્ટફોનમાં સ્ક્રીન 7.6 ઈંચની ફુલ HD+ છે, જે સેમસંગના સુપર એમોલેડની સાથે આવશે, આ ફોનમાં ટ્રિપલ રિયર કેમેરો પણ આપવામાં આવ્યો છે. જેનો પ્રાઈમરી કેમરો 48MPનો છે. સેકન્ડરી કેમરા 12 મેગાપિક્સલ અલ્ટ્રા વાઈડ એન્ગલ સાથે આવશે અને ત્રીજો કેમેરો 5 મેગાપિક્સલનો છે જે માઈક્રો ફોટોગ્રાફી માટે આવશે. સેમસંગના હેન્ડસેટમાં પાવર બેકઅપ માટે 4,500 MH બેટરી પણ આપવામાં આવી છે, જે સુપરફાસ્ટ ટેકનિક સાથે ઉપલબ્ધ છે. આ ફોન 8GB રેમ અને 128 GB ઈન્ટરનલ સ્ટોરેજની સાથે બજારમાં ઉતારવામાં આવ્યો છે. જેમાં સ્નેપડ્રેગન 855 પ્રોસેસરનો પણ વપરાશ કરવામાં આવ્યો છે.

ગેલેક્સી S10 Liteની કિંમત

કંપનીએ આ નવા સ્માર્ટફોનની કિંમત 39,999 રૂપીયા રાખી છે. જેમાં પ્રી-બુકિંગ પર 5 હજાર રૂપીયાની છુટ મળી રહી છે. કંપનીએ આ ફોનની પ્રી-બુકિંગ પર વન ટાઈમ સ્ક્રીન રીપ્લેસમેન્ટની સાથે 1,999 રૂપીયાનું એક્સીડેન્ટલ કવરેજ પણ ઓફર કર્યું છે. ઉલ્લેખનીય છે કે, ફ્લિપકાર્ટ આ નવા ફોનમાં ઘણી આકર્ષક છુટ પણ આપી રહ્યું છે.

READ ALSO

Related posts

Home Loan : રૂપિયાની તંગી હોય તો પણ સરળતાથી મેનેજ કરો EMI, આ ટિપ્સ આવશે તમારે કામ

Bansari

પૂણેમાં MNSનાં કાર્યકર્તાઓનાં આ વિવાદાસ્પદ અભિયાનના પડ્યા ઘેરા પ્રત્યાઘાત,પોલીસ પણ આપી રહી છે સાથ

Mansi Patel

Movie Review: ‘ભૂત’ ફિલ્મમાં વિક્કી કૌશલની એક્ટિંગથી ખુશ થયા ફેન્સ, પ્રથમ દિવસે કરી આટલી કમાણી

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!