Samsung Galaxy S સીરીઝના આ ત્રણ ધાંસૂ સ્માર્ટફોન્સ પર શાનદાર ઑફર, જોજો તક જતી ના કરતાં

સાઉથ કોરિયન ઇલેક્ટ્રોનિક્સ કંપની સેમસંગે તાજેતરમાં ભારતીય બજારમાં તેમના લેટેસ્ટ સ્માર્ટફોન, Samsung Galaxy S10, Galaxy S10+ અને Galaxy S10e લોન્ચ કર્યા હતા. જેનું વેચાણ શરુ થઇ ચુક્યુ છે, ઈ-કોમર્સ કંપની એમેઝોન, ફ્લિપકાર્ટ અને પેટીએમમાંથી ખરીદી શકો છે. આ ઉપરાંત તમે ઑફલાઇન સ્ટોર્સમાંથી પણ ખરીદી શકો છો. ત્યા ફોન ખરીદવાપર કંપની 6000 રુપિયાનું કેશબેક આપી રહી છે.

દિલ્હીમાં યોજાયેલી ઇવેન્ટમાં સેમસંગે S સીરિઝના ફોન ભારતીય બજારમાં ઉતાર્યા છે. આ સીરિઝના સ્માર્ટફોનમાં ઇનફિનિટી યૂ ડિસ્પ્લે અને ડાયનેમિક AMOLED પેનલ્સ ઉપરાંત ઉત્તમ ફોટો ક્લિક કરવા માટે ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યુ છે. ડિવાઈસમાં પંચ હોલ ડિસ્પ્લે ફિચર છે, જ્યાં સેલ્ફી કેમેરા માટે માત્ર પંચ હોલ જેટલી જ જગ્યા સ્ક્રીન સ્પેસ પર વાપરવામાં આવી છે. બાકીની આખી પેનલ ડિસ્પ્લેની જેમ કામ કરે છે. આ સ્માર્ટફોન Samsung iphone અને બાકીની કંપનીના પ્રીમિયમ ફોન સામે ઉતાર્યા છે.

Galaxy S10e

Galaxy S10e માં5.8-ઇંચ ફ્લેટ ડાયનેમિક એમઓએમએલડી ડિસ્પ્લે છે. તેની બેક પેનલ પર ડ્યુઅલ કેમેરા સેટઅપ છે, જેમાં પહેલો કેમેરો 12 મેગાપિક્સલનો છે અને બીજો 16 મેગાપિક્સલનો છે. આ ઉપરાંત ફોનમાં 3,100 એમએએચ બેટરી છે. આ ફોન હાલમાં યલો, ડાર્ક ગ્રે, વ્હાઇટ, ગ્રીન અને બ્લુ કલર વિકલ્પોમાં વેચાણ માટે ઉપલબ્ધ છે.

જો તમે સેમસંગ ગેલેક્સી S10, ગેલેક્સી S10 + અને ગેલેક્સી પછી S10e ખરીદો છો અને તેની ચુકવણી એચડીએફસી બેંકથી ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડથી કરો છો તો આ માટે તમને 6000નું કેશબેક મળશે. એસ સીરીઝના કોઇપણ સ્માર્ટફોન ખરીદવા પર 3600 રુપિયાનું કેશબેક મળશે. તમે એરટેલ ઓનલાઈન સ્ટોર્સમાંથી ફોન ખરીદો છો તો તમે રૂ. 7,499 અને રૂ. 2,599ની ચૂકવણી કરીને ફોન ઘરે લઇ જઇ શકો છો.

સેમસંગ ગેલેક્સી એસ10 સ્માર્ટફોન માં 6.1-ઇંચની વક્ર ગતિશીલ એમોલ્ડ ડિસ્પ્લે છે. તેમાં એક ટ્રીપલ રીઅર કેમેરા સેટઅપ છે. ફોનની પ્રારંભિક કિંમત 899.99 ડોલર એટલે કે 64,000 રૂપિયા છે.

ગેલેક્સી એસ 10 + ના ફિચર્સ વિશે વાત કરીએ, તો તેની પાસે 6.4-ઇંચ કર્વ્ડ ડાયનેમિક એમોલ્ડ ડિસ્પ્લે છે. આ ઉપરાંત, તેની પાસે 2.7 ગીગાહર્ટઝ ઑક્ટા કોર એક્સિનોઝ 9820 પ્રોસેસર છે. . આ ફોન ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર સુવિધા સાથે પણ આવશે.

ત્રણેય ફોનના સ્ટોરેજ વિશે વાત કરીએ, તો કંપનીએ 8GBRAM + 128GB અને 512GB સ્ટોરેજ લોન્ચ કર્યું છે. જોકે, ગેલેક્સી S10 +, સ્માર્ટફોનને કંપનીએ 8GB + 12GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે લોન્ચ કર્યો છે, આ ફોન 512GB અને 1TB વેરિએન્ટમાં પણ ઉપલબ્ધ છે, જ્યારે Galaxy S10e માં 6GB RAM+128GB સ્ટોરેજ અને 8GB+256GB છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter