GSTV

લૉન્ચ થયો શાનદાર Samsung Galaxy Note 9, જુઓ First Look

ન્યુયોર્કના બ્રુકલિનમાં આયોજિત એક ઈવેંટ દરમીયાન 9 ઓગષ્ટનાં રોજ સેમસંગનો ગેલેક્સી નોટ 9 લોંચ કરવામાં આવ્યો છે. જેનાં ઓફિશિયલ રિટેલ બોક્સ ક્યાંકથી ખણખોદીયાઓનાં હાથમાં આવ્યુ હતુ. અને તેની પાછળ તેની સ્પેસિફિકેશન આપી હતી.

આ ફોનને અગાઉના મોડલ કરતા મોટી બેટરી સાથે લૉન્ચ કરવામાં આવ્યો છે તેવામાં તેમાં પહેલાં કરતાં સારી S Pen આપવામાં આવી છે. સેમસંગ ગેલેક્સી નોટ 9નું ટૉપ વેરિએન્ટ 512 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ સાથે આવશે. સાથે જ 512 જીબીના માઇક્રોએસડી કાર્ડની મદદથી તેની સ્ટોરેજને 1 ટીબી સુધી એક્સપાન્ડ કરી શકાશે. Samsung Galaxy Note 9 મિડનાઇટ બ્લેક, મેટાલિક કૉપર, ઓશિયન બ્લૂ, લવન્ડર પર્પલ કરલ ઓપ્શનન્સમાં ઉપલબ્ધ છે.

ફિચર્સ

ભારતમાં આ હેન્ડસેટ એક્સિનોસ 9810 પ્રોસેસર સાથે મળશે. માર્કેટના હિસાબે આ હેન્ડસેટ સિંગલ અને ડ્યુઅલ સિમ વેરિએન્ટમાં વેચાણ માટે ઉપલબ્ધ હશે.

અગાઉ આ ફોનની લીક થયેલી સ્પેસિફિકેશન કોઈ રશિયન વ્યક્તિએ તેનાં ટ્વીટર અકાઉંટ પર શેર કરી હતી. જેમાં તેની સ્પેસિફિકેશન જણાવવામાં આવી હતી. આ પહેલાં તેનો વિડિયો પણ લીક થયો હતો. આ સ્પેસિફિકેશન મુજબ આ મોબાઈલ 6.4 ઈંચ ક્વાડ ડિસ્પ્લે , ઈંફિનિટી ક્વોલિટીનો ધરવતો હશે. તેમજ તેમાં 12 મેગા પિક્સલ કેમેરા ઓટોફોકસ કેમેરા હશે.

તેમાં ઓક્સિનોસ 9810 સિસ્ટમ તેમજ સ્નેપ ડ્રેગન 845 નોટેડ હશે. 128 જી.બી. રેમ મેમરી તેમજ 4000 મેગા હર્ટ્ઝની બેટરી છે. સાથે આવેલી એસ પેન બ્લુટુથ કનેક્ટેડ હશે. જેની કિંમત 69,990 રુપિયા જેટલી આંકવામાં આવી છે.

કેમેરાની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં ડ્યુઅલ રેર કેમેરા સેટઅપ આપવામાં આવી રહ્યું છે. બંને જ સેન્સર 12 મેગાપિક્સલના છે. સાથે જ સેલ્ફી તથા વીડીયો કોલિંગ માટે 8 મેગાપિકસલનો કેમેરા આપવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમાં 3300 એમએએચની બેટરી છે. સેમસંગે દાવો કર્યો છે કે 40 સેકેન્ડ સુધી ચાર્જ કરવા પર તમે એસ પેનને 30 મિનિટ સુધી યુઝ કરી શકો છો. સેમસંગના આ ફોનમાં એસ પેન લગાવવાથી તે આપમેળે જ ચાર્જ થતી રહેશે.

કિંમત

Samsung Galaxy Note 9ના 128 જીબી વેરિએન્ટની કિંમત 999.99 ડૉલર એટલે કે 68,700 રૂપિયા તથા 512 જીબી વેરિએન્ટની કિંમત 1249.99 ડૉલર એટલે કે 85,900 રૂપિયા છે. આ શાનદાર સ્માર્ટફોન માટે અમેરિકામાં પ્રિઓર્ડર્સ 10 ઓગસ્ટથી શરૂ થશે.

Related posts

અમદાવાદમા દર વર્ષે યોજાતા ફ્લાવર શોના આયોજન અંગે પ્રશ્નાર્થ, કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ

Nilesh Jethva

છેલ્લા 12 વર્ષથી અમદાવાદમાં યોજાતો કાંકરિયા કાર્નિવલ કોરોનાને કારણે કરાયો રદ

Nilesh Jethva

અમદાવાદમાં તંત્રની કોરોના સામેની કામગીરીથી ભાજપના જ કોર્પોરેટરો નારાજ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!