GSTV
Home » News » Samsung Galaxy Note 9ની ખરીદી કરતા મળી રહી છે આ ખાસ ઑફર

Samsung Galaxy Note 9ની ખરીદી કરતા મળી રહી છે આ ખાસ ઑફર

સેમસંગ ઈન્ડિયાએ ફ્લેગશિપ ગેલેક્સી નોટ 9 સ્માર્ટફોન ખરીદનારા ગ્રાહકો માટે એક નવી ઑફરની જાહેરાત કરી છે. નવી ઑફર હેઠળ, Samsung પોતાના EVO Plus 512GB માઇક્રોએસડી કાર્ડને ડિસ્કાઉન્ટની સાથે 4,999 રૂપિયામાં ઑફર કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ એક મોટું ડિસ્કાઉન્ટ છે, કારણકે સામાન્ય રીતે આ માઇક્રોએસડી કાર્ડને કંપની 22,900 રૂપિયામાં વેચે છે. નવી ઑફર ફક્ત એવા ગ્રાહકો માટે છે, જે Samsung Galaxy Note 9ના 512 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજવાળા વેરિએન્ટને ખરીદશે.

આને આ રીતે સમજી શકાય છે કે ગેલેક્સી નોટ 9 ગ્રાહક ફક્ત 5000 રૂપિયા વધુ ખર્ચ કરીને, પોતાના સ્માર્ટફોનમાં 1 ટીબી સ્ટોરેજની મજા માણી શકશે. આ ઑફરના પ્રમોશન માટે કંપની આ અઠવાડિયાથી સોશિયલ મીડિયા ચેનલમાં ‘1TB challenge’ પણ લૉન્ચ કરી રહી છે. એક પ્રતિયોગિતા હેઠળ, કંપની દેશભરના લોકોને વ્હોટ્સએપ પર ‘તેના મેમરીજ’ શેર કરવા માટે આમંત્રણ આપી રહી છે. આ ચેલેન્જના અંતમાં કંપની ત્રણ લકી વિજેતાઓને પસંદ કરશે, જેને ગેલેક્સી નોટ 9ની સાથે EVO Plus 512 જીબી માઇક્રોએસડી કાર્ડ આપવામાં આવશે.

ભારતમાં ગેલેક્સી નોટ 9 ચાર રંગ ઓશિએન બ્લૂ, મિડનાઇટ બ્લેક, મેટેલિક કૉપર અને લવન્ડર પર્પલમાં આવે છે. ફોનનો ઓશિએન બ્લૂ 6 જીબી+128 જીબી અને મિડનાઇટ બ્લેક 8જીબી+512 જીબી વેરિએન્ટમાં તૈયાર છે. જ્યારે બાકી બંને કલર વેરિએન્ટ ફક્ત 128 જીબી ઈન્ટરનલ સ્ટોરેજની સાથે આવે છે.

જો ફોનના ફીચરની વાત કરીએ તો તેમાં QHD+ સુપર AMOLED સ્ક્રીન આપવામાં આવી છે, જે Exynos 9810 પ્રોસેસર પર કામ કરે છે. યૂઝર જો ઈચ્છે તો ગેલેક્સી નોટ 9ના ઈન્ટરનલ સ્ટોરેજને માઇક્રો એસડી કાર્ડ દ્વારા પણ વધારી શકે છે. ફોનમાં તમને 12 મેગાપિક્સલ + 12 મેગાપિક્સલનો ડ્યૂઅલ રિયર કેમેરો સેટઅપ મળશે અને જ્યાં સુધી વાત ફ્રન્ટ કેમેરાની છે, તો આ 8 મેગાપિક્સલનો છે.

ફોનની સૌથી મોટી વિશેષતા તેમાં હાજર S-Pen છે. જેની મદદથી તમે બ્લૂટૂથ દ્વારા કેમેરા કંટ્રોલ કરી શકો છો અને સાથે જ મ્યુઝિક સાંભળતી વખતે ટ્રેકને પ્લે, પૉજ અને સ્કિપ પણ કરી શકો છો. જો કિંમતની વાત કરીએ તો ગેલેક્સી નોટ 9નો 128 જીબી વેરિએન્ટ તમને 67,900 રૂપિયામાં અને 512 જીબી વેરિએન્ટ તમને 84,900 રૂપિયામાં મળશે.

READ ALSO

Related posts

રાતે મારી પત્ની સાથે ચેટીંગ કરે છે એસપી સાહેબ!, પીડિત પતિએ કરી DGP સમક્ષ ફરિયાદ

pratik shah

બોરીવલીમાં બસમાં બે મગર લઈ જનાર ડ્રાઈવર સહિત ત્રણની ધરપકડ

Arohi

શું રાત્રે ઉંઘ નથી આવતી!, તો હવે આ સ્માર્ટ પાયજામો તમને સારી નિંદ્રા મેળવવામાં કરશે મદદ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!