GSTV

સેમસંગ 7મી ઓગષ્ટે ગેલેક્સી નોટ-10 સાથે S-Penનું પણ કરશે લોન્ચિંગ

સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગ (Samsung) આગામી મહિને એક અનપૈક ઇવેન્ટમાં પોતાના અપકમિંગ સ્માર્ટફોન ગેલેક્સી નોટ 10 લોન્ચ કરશે. ગેલેક્સી નોટ 10 સાથે કંપની નવો S Pen નું પણ લોન્ચિંગ કરશે. કંપની 7 ઓગસ્ટે કંપની બ્રુકલિનમાં પોતાના આ લોન્ચિંગ ઇવેન્ટનું આયોજન કરશે. કંપની આ જ કેટેગરીમાં ગેલેક્સી નોટ 9 પણ લોન્ચ કર્યો હતો. ગેલેક્સી નોટ સીરીઝની શરૂઆત કંપનીએ વર્ષ 2011માં કરી હતી. ત્યારથી આ કંપનીનો ટોપ ઓફ દ લાઈન ફોન રહ્યો છે.

કંપનીની ઇનવાઇટ પરથી ખ્યાલ આવે કે કંપની S Penની ડિઝાઈનમાં મોટો પણ બદલાવ કરશે. ટીઝર વિડિયોમાં પેનની નીચે સિંગલ કેમેરા લેંસ જોવા મળે છે. ગત વર્ષે એવું અનુમાન લગાવવામાં આવ્યું હતું કે કંપની ગેલેક્સી નોટ 10ની સાથે કેમેરાવાળા S Pen લોન્ચ કરી શકે છે. સ્પેસિફિકેશંસની વાત કરીએ તો ગેલેક્સી નોટ 10માં 6.4 ઇંચના ડાયનમિક એમોલ્ડ ડિસપ્લે જોવા મળી શકે છે અને આ ડિવાઈસ 128 જીબી સ્ટોરેજ ઓપ્શનવાળા બેસ વેરિયંટ સાથે આવે તેવી શકયતા. સાથે તેમાં 4,170 mAh ની બેટરી હોવાની વાત પણ સામે આવી છે. તેમજ બીજી બાજુ ગેલેક્સી નોટ 10 પ્રો મોડલમાં તેનાથી થોડો મોટો 6.8 ઇંચનો ડિસ્પ્લે આપવામાં આવી શકે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે સ્ટાન્ડર્ડ 256 જીબી સ્ટોરેજવાળો ઓપ્શન હશે, જે એક અન્ય વેરિયંટ 1 ટીબી મેમરી સાથે આવી શકે છે. તેમાં 4,170 mAhની બેટરી આપવામાં આવી શકે.

એક રિપોર્ટ મુજબ ગેલેક્સી નોટ 10ની કિમંત 1,100થી 1,200 ડોલર એટલે કે લગભગ રૂ.76,450 થી 83,250 સુધીની હોઈ શકે. રિપોર્ટમાં એ સ્પષ્ટ નથી કરવામાં આવ્યું કે આ કીમંત ટોપ એન્ડ 5જી મોડલની છે અથવા તો પછી LTE વર્ઝનની છે. કંપની ગેલેક્સીનોટ 10નું અર્ફોડેબલ વર્ઝન 10e પણ લોન્ચ કરી શકે છે. જેમાં રેગ્યુલેટર કરતાં થોડા ઓછા ફીચર્સ આપવામાં આવશે.

READ ALSO

Related posts

સુરત/ મહાપાલિકાએ પારલે પોઇન્ટ સ્થિત સરગમ કોમ્પ્લેક્ષને કર્યુ સીલ, ફ્લેટો સહીત દુકાનોના તમામ જોડાણ પર કર્યા કટ

pratik shah

સુરત/ લાજપોરની જેલમાં બંધ નારાયણ સાંઈના 14 દિવસના જામીન થયા મંજૂર

Pravin Makwana

ભગવાન આવુ સાસરિયું સૌને આપે/ સસરાએ વહુને ગિફ્ટમાં આપી આલિશાન કાર, ઘરની લક્ષ્મી આગળ દુનિયાની તમામ દોલત ફિક્કી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!