GSTV
Auto & Tech Gujarat Samachar Technoworld Trending

નવા અવતારમાં આવ્યો Samsung Galaxy M53 5G સ્માર્ટફોન, જાણો કિંમત અને આકર્ષક ફીચર્સ

સેમસંગે તેના લોકપ્રિય મિડ-રેન્જ સ્માર્ટફોન Samsung Galaxy M53 5G અને Samsung Galaxy M33 5G સ્માર્ટફોનને નવા રંગમાં લૉન્ચ કર્યા છે. આ સ્માર્ટફોનને નવા બ્રાઉન કલરમાં રજૂ કરવામાં આવ્યા છે. આ ફોન ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન પર વેચાઈ રહ્યા છે. એમેઝોન સેલમાં આ ફોન પર આકર્ષક ઑફર્સ પણ આપવામાં આવી રહી છે.

Samsung Galaxy M53 5G અને Samsung Galaxy M33 5G, બંને સેમસંગ તરફથી ખૂબ જ લોકપ્રિય ફોન છે. આ બંને ફોન ઓટો ડેટા સ્વિચિંગ, ઈન્ટેલિજન્ટ વોઈસ ફોકસ, વર્ચ્યુઅલ રેમ સાથે 16GB રેમ અને નોક્સ સિક્યોરિટી સાથે રજૂ કરવામાં આવ્યા છે. બંને સ્માર્ટફોનમાં 120Hz રિફ્રેશ રેટ સાથે ગોરિલ્લા ગ્લાસ 5 પ્રોટેક્શન છે.

Samsung Galaxy M53 5G ફીચર્સ અને કિંમત

Samsung Galaxy M53 5G સ્માર્ટફોનમાં 6.7-ઇંચની ફુલ HD પ્લસ AMOLED ડિસ્પ્લે છે. ડિસ્પ્લેનો રિફ્રેશ રેટ 120Hz છે. આ ફોનમાં કોર્નિંગ ગ્લાસ 5 પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. આ ફોનમાં MediaTek Dimensity 900 પ્રોસેસર અને ગ્રાફિક્સ માટે Mali G68 GPU છે. આ ફોન Android 12 પર આધારિત OneUI 4.1 પર ઓપરેટ થાય છે.

આ ફોનમાં ક્વાડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. તેનો પ્રાથમિક કેમેરો 108MPનો છે. 8MP અલ્ટ્રા વાઇડ એંગલ લેન્સની સાથે 2MP ડેપ્થ સેન્સર અને 2MP મેક્રો કેમેરા સેન્સર આપવામાં આવ્યા છે. ફોનના ફ્રન્ટમાં 32MP સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. પાવર બેકઅપ માટે ફોનમાં 5000mAh બેટરી અને 25W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ આપવામાં આવ્યો છે.

Samsung Galaxy M53 5G સ્માર્ટફોન 6GB RAM + 128GB સ્ટોરેજ અને 8GB RAM + 128GB સ્ટોરેજ સાથે રજૂ કરવામાં આવ્યો છે. બેઝ વેરિઅન્ટની કિંમત 26,499 રૂપિયા અને ટોપ વેરિઅન્ટની કિંમત 28,499 રૂપિયા છે. આ ફોન પર, તમે ICICI બેંક કાર્ડ પર 2500 રૂપિયાના ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકો છો.

Samsung Galaxy M33 5G ફીચર્સ અને કિંમત

Samsung Galaxy M33 5G સ્માર્ટફોન પણ બે વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. 6GB રેમ અને 128GB સ્ટોરેજ સાથેના બેઝ વેરિઅન્ટની કિંમત 17,999 રૂપિયા છે. 8GB રેમ અને 128GB સ્ટોરેજવાળા ટોપ વેરિઅન્ટની કિંમત 19,499 રૂપિયા છે.

READ ALSO:

Related posts

ઇજિપ્તએ ભારત પાસેથી 180,000 ટન ઘઉં ખરીદવા માટે કર્યો કરાર, રશિયા- યુક્રેન યુદ્ધથી આયાત ખર્ચમાં થયો વધારો

Binas Saiyed

બંગાળી અભિનેત્રી- TMC સાંસદ નુસરત જહાંએ ખુલ્લા આકાશ નીચે કરાવ્યું ફોટોશૂટ, આપ્યા સિઝલિંગ પોઝ

Hemal Vegda

200 કરોડ મની લોન્ડ્રિંગ કેસ/ સુકેશ ચંદ્રશેખર મામલે જેકલિનનની ED દ્વારા પૂછપરછ, નોરા ફતેહી પહેલેથી જ નોંધાવી ચૂકી છે નિવેદન

HARSHAD PATEL
GSTV