GSTV
Auto & Tech Trending

ટ્રિપલ કેમેરા અને ફાસ્ટ ચાર્જિંગ, જબદસ્ત છે Samsungનો આ નવો ફોન, 9 હજારથી પણ ઓછી કિંમત

Samsung

Samsungના લેટેસ્ટ લોન્ચ બજેટ સ્માર્ટફોન Samsung galaxy m02sએ આજે પહેલી સેલ ઉપલબ્ધ કરાવી છે. કંપનીએ આ ફોનને બે વેરિયંટમાં લોન્ચ કર્યા છે. જેની શરૂઆતી કિંમત 8,999 રૂપિયા છે. આ એક એન્ટ્રી લેવલ ફોન છે, જેમાં ટ્રિપલ કેમેરા, ફાસ્ટ ચાર્જિંગ, 5000mAh બેટરી જેવી ખાસિયત છે. ફોનની સેલ એમેઝોન પર છે. ગ્રાહક આ ફોનને બ્લેક, બ્લુ અને રેડ ઓપ્શનમાં ખરીદી શકે છે. તો જાણીએ ફોનના ફીચર્સ અને કિંમત…

samsung

આ ફોનમાં 6.5 ઇંચની PLS IPS ડિસ્પ્લે છે. સ્ક્રીન રિઝોલ્યુશન 720*1600 પિક્સલ છે. સેમસંગના એન્ટ્રી લેવલ અને બજેટમાં સેગ્મેન્ટમાં મોબાઈલ Samsung Galaxy M02sને કંપની એ ક્વાલ્કોમ સ્નેપડ્રેગન 450 પ્રોસેસર સાથે રજુ કર્યો છે, જેની સાથે 4 GB રેમ+64 GB સુધી સ્ટોરેજ મળે છે. આને તમે 1 TB સુધી માઈક્રો SD કાર્ડ દ્વારા વધારી શકો છો. આ ફોનમાં વોટર ડ્રોપ સ્ટાઇલ નોચ ડિસ્પ્લે છે. આ ફોન Android 10 પર કામ કરે છે.

ફોનમાં ટ્રિપલ કેમેરા અને દમદાર બેટરી

સેમસંગ ગેલેક્સી M02s સ્માર્ટફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપ્યું છે. જેનો પ્રાઈમરી કેમેરો 13 મેગાપિક્સલનો, 2 મેગાપિક્સલનો ડેપ્થ કેમેરો અને 2 મેગાપિક્સલનો માઈક્રો કેમેરો છે. ફોનમાં ફ્રન્ટ કેમેરો 5 મેગાપિક્સલનો છે, જેનું અપર્ચર f/2.2 છે. આ ફોનમાં ISO કંટ્રોલ, ઓટો ફ્લેશ, ડિજિટલ ઝૂમ, એચડીઆર અને એક્સપોઝર જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. પાવર માટે આ ફોનમાં 5,000mAh બેટરી છે, જે 15W ફાસ્ટ ચાર્જિંગ સાથે છે.

Samsung Galaxy M02sની કિંમત

Samsung Galaxy M02s 3GB RAM + 32GB સ્ટોરેજ વેરિયંટની કિંમત 8,999 રૂપિયા અને 4GB RAM + 64 GB સ્ટોરેજ વેરિયંટની કિંમત 9,999 રૂપિયા છે.

Read Also

Related posts

સાઉથની વધુ એક ફિલ્મનો બોક્સ ઓફિસ પર તરખાટ, ‘પોન્નિયિન સેલ્વન’નુ બે દિવસનુ કલેક્શન 150 કરોડ

GSTV Web Desk

Ind Vs SA / ભારતે બીજી મેચમાં પણ આફ્રિકાને ચટાડી ધૂળ, ટી-20 સીરીઝ પર જમાવ્યો કબ્જો

Hardik Hingu

ભારત જોડો યાત્રા / ભારે વરસાદ વચ્ચે પણ રાહુલ ગાંધીનું ભાષણ જારી, અમને કોઈ નહીં રોકી શકે

Hardik Hingu
GSTV