GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

Samsungએ ઘટાડી Galaxy J6 સ્માર્ટફોનની કિંમત, સસ્તામાં મળશે ફોન

સેમસંગ પોતાના સ્માર્ટફોનની કિંમતમાં સતત ઘટાડો કરી રહી છે. જેના ક્રમમાં હવે કંપનીએ ગેલેક્સી જે6 સ્માર્ટફોનની કિંમત ઘટાડી દીધી છે. આ અગાઉ સેમસંગ ગેલેક્સી એ7 (2018), ગેલેક્સી નોટ 8 અને ગેલેક્સી એ8 (2018)ની કિંમતમાં ઘટાડો કર્યો છે. કંપનીએ ગેલેક્સી જે6 સ્માર્ટફોનની કિંમત 1000 રૂપિયા ઘટાડી દીધી છે. આ ઘટાડો 3 જીબી રેમ અને 4 જીબી રેમ બંને વેરિએન્ટમાં થયો છે.

આ ઘટાડા બાદ સેમસંગ ગેલેક્સી જે6ના 3જીબી વેરિએન્ટની કિંમત 10,490 રૂપિયા થઇ છે, જ્યારે સ્માર્ટફોનના 4 જીબી રેમ વેરિએન્ટની કિંમત 11,990 રૂપિયા થઇ છે. સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડાની માહિતી મુંબઈના મહેશ ટેલીકૉમે ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા આપી છે.

ગેલેક્સી જે6 સ્માર્ટફોનમાં સેમસંગે S5E7870 Exynos પ્રોસેસર આપ્યું છે. સ્માર્ટફોનમાં 3 જીબી રેમ 32 જીબી સ્ટોરેજ અને 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ મળે છે. સ્માર્ટફોન માઇક્રોએસડી કાર્ડ સપોર્ટની સાથે આવે છે, જેની મદદથી સ્ટોરેજને વધારી શકાય છે. સેમસંગ ગેલેક્સી જે6 સ્માર્ટફોનમાં 5.6 ઈંચની એચડી પ્લસ સુપર એમઓએલઈડી સ્ક્રીન મળે છે.

આ સ્માર્ટફોન એન્ડ્રૉઇડ વી8.0 ઓરિયો ઑપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. કેમેરાની વાત કરીએ તો આ સ્માર્ટફોન 13 મેગાપિક્સલના રિયર કેમેરાની સાથે આવે છે. જ્યારે ફ્રન્ટમાં કંપનીએ 8 મેગાપિક્સલનો કેમેરો આપ્યો છે. ગેલેક્સી જે6 સ્માર્ટફોનમાં 3000 એમએએચની બેટરી મળે છે. સ્માર્ટફોનમાં 4જી વોએલટીઈ, વાઈફાઈ, બ્લૂટૂથ, જીપીએસ, માઇક્રોયૂએસબી પોર્ટ અને 3.5 એમએમનો હેડફોન જેક મળે છે.

READ ALSO

Related posts

હાથીની હત્યા કરવા બદલ IPCની આ ધારા મુજબ મળશે સજા, લાગુ થશે આ એક્ટ

Nilesh Jethva

બગોદરા પોલીસે ચોખા ભરેલી પીકઅપ વાન ઝડપી, ચોખાની ખરીદી અંગે યોગ્ય જવાબ ન આપતા કાર્યવાહી

Nilesh Jethva

પાકિસ્તાનમાં ભારતીય ડિપ્લોમેટને પરેશાન કરવા આઇએસઆઇના માણસો કરી રહ્યા છે આવી હરકતો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!