GSTV
Home » News » દિવાળી ટાણે Samsungના આ 4 ધાંસૂ સ્માર્ટફોન્સ થયાં સસ્તા, જાણો નવી કિંમત

દિવાળી ટાણે Samsungના આ 4 ધાંસૂ સ્માર્ટફોન્સ થયાં સસ્તા, જાણો નવી કિંમત

તહેવારની સીઝનને ધ્યાનમાં લેતા સેમસંગે પોતાના 4 સ્માર્ટફોનની કિંમત ઘટાડી છે. સેમસંગે ગેલેક્સી જે 6, ગેલેક્સી જે 4, ગેલેક્સી જે 2 અને ગેલેક્સી જે 2 કોરની કિંમતમાં ઘટાડો થયો છે. ઘટાડા બાદ નવી કિંમત પર આ ચારેય ફોન 25 ઓક્ટોબરથી લઇને 15 નવેમ્બર 2018 વચ્ચે ખરીદી શકાશે.

Samsung Galaxy J6

ભારતમાં લૉન્ચિંગ વખતે આ ફોનના 64 જીબી વેરિએન્ટની કિંમત 16,490 રૂપિયા હતી પરંતુ હવે તમે આ ફોનને 12,990 રૂપિયામાં ખરીદી શકો છો. 32 જીબી વેરિએન્ટની કિંમત 13,990 રૂપિયા હતી જે હવે 11,490 રૂપિયામાં ખરીદી શકો છો. Samsung Galaxy J6ના સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો સેમસંગના આ સ્માર્ટફોનમાં ઘણા સારા ફિચર્સ છે, જે બીજા ફોનમાં એટલી જ કિંમતમાં તમને નહીં મળે. જેમ કે 5.6 ઇંચની ડિસપ્લે, 4 GB રેમ અને 64 GB ઇનબિલ્ટ સ્ટોરેજ. સાથે જ 3000 એમએચની બેટરી પણ. તેના બીજા ફિચર્સ પર નજર કરવામાં આવે તો 13 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા અને 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા. જેની ક્વોલિટી પણ હટકે છે. યુઝર માટે સૌથી ફાયદાની વાત એ છે કે Exynos 7 ચિપસેટથી તે લેંસ આવશે.

Samsung Galaxy J4

Samsung Galaxy J4ને 9,990 રૂપિયામાં લૉન્ચ કરવામાં આવ્યો હતો અને હવે આ ફોન 8,250 રૂપિયામાં મળી રહ્યો છે. ગેલેક્સી જે4 સ્માર્ટફોન 5.5 ઇંચની એચડી સુપર એમોલેડ ડિસ્પ્લે સાથે આવે છે અને 1.4GHz એક્ઝીનોસ પ્રોસેસર દ્વારા સંચાલિત છે. ફોન એન્ડ્રોઇડ ઓરેઓ 8.0 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે અને તેનું 3000 એમએએચ બેટરીનું પીઠબળ છે. કેમેરા વિભાગમાં, ફોન એફ 1.9 એપરસ્ટ અને એફ / 2.2 અપેચર સાથે 5 એમપી સ્વલિ કૅમેરા અને ફ્રન્ટ એલઇડી ફ્લેશ સાથે 13 એમપી પ્રાથમિક કેમેરા ધરાવે છે.

Samsung Galaxy J2 2018

સેમસંગ ગેલેક્સી જે2 2018ને 8,190 રૂપિયામાં લૉન્ચ કરવામાં આવ્યો હતો. હવે તમે તેને ફક્ત 6,990 રૂપિયામાં ખરીદી શકો છો. સેમસંગ ગેલેક્સી J2 2018 Smartphone 5 -ઈંચમાં આવે છે જેમાં પ્રતિ ઈંચ NA પિક્સેલ્સની ઘનતા સાથે 540 X 960 પિક્સેલ્સ રિઝોલ્યુશન વાળી QHD છે. આ ફોનમાં 1.4 GHz Quad કોર પ્રોસેસર છે અને 2 GB RAM પણ છે. આ સેમસંગ ગેલેક્સી J2 2018 Android 7.0 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. આ Dual SIM Smartphone છે. આ ફોન Qualcomm Snapdragon 425 પ્રોસેસરથી ચાલે છે. આ સ્માર્ટ ફોનમાં 2 GB RAM હોય છે. આ સ્માર્ટફોનમાં 16 GB ઈન્ટરનલ સ્ટોરેજ ક્ષમતા છે. તેના ઈન્ટરનલ સ્ટોરેજને માઈક્રો SD કાર્ડની મદદથી 256 GB સુધી વધારી શકાય છે. આ ફોનમાં 2600 mAh બેટરી લાગેલી છે. આ સ્માર્ટફોનમાં આગળનો કેમેરા પણ છે જે 5 MP સેલ્ફીની ક્ષમતાવાળો છે.

 

Samsung Galaxy J2 Core

ર્ટફોનમાં 5 ઈંચ ક્યૂએચડી(540×960 પિકસલ) ટીએફટી ડિસ્પ્લે છે. હેંડસેટમાં ક્વાડ કોર એક્સીનૉસ 7570 પ્રોસેસરની સાથે 1 જીબી રેમ આપ્યું છે. પાછલા
ભાગ પર એફ 2.2 અપર્ચર વાળું 8 મેગપિક્સલનો કેમરો છે. તેની સાથે એલઈડી ફ્લેશ પણ છે. સેલ્ફી અને વીડિયો કૉલીગ માટે Galaxy J2 Coreમાં 5 મેગાપિક્સલનો કેમરો આપ્યું છે. હેંડસેટમાં બ્યૂટી મોડ પણ છે જે સેલ્ફી માટે એક સરસ ફીચર છે.

સેમસંગના આ ફોનની ઈંબિલ્ટ સ્ટોરેજ 8 જીબી છે. માઈક્રોએસડી કાર્ડથી તેને વધારે શકાય છે. 4 જી વીઈલટીઈ, વાઈ-ફાઈ 802.11 બી/જી/એન બ્લૂટૂથ 4.2 જીપીએસ/એ જીપીએસ, માઈક્રો યૂએસબી અને 3.5 એમએમ હેડફોન જેક જેવા કનેક્ટિવિટી ફીચર્સ પણ ફોનમાં છે. એક્સેલેરોમીટર અને પ્રાક્સિમિટી સેંસર આ ફોનનો ભાગ છે. ફોનમાં બેટરી 2600 એમએએચની છે. કંપની મુજબ એક વાર ચાર્જ કરતા પર આ આખો દિવસ ચાલશે.

 

 

Related posts

નેહા કક્કરના આ ગીત પર થિરકતી જોવા મળશે જેક્વેલિન, પણ આ કારણે ડરી રહી હતી અભિનેત્રી

Arohi

ભાજપમાં હવે આંતરિક જૂથવાદ ચરમસીમાએ, પ્રદેશ સંગઠનની નિમણૂકનું કોકડું ગૂંચવાયું

Mayur

ICCટી-20 રેન્કિંગ: ટીમ ઈન્ડિયાનાં આ ઓપનિંગ બેટ્સમેન બીજા નંબર પર યથાવત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!