GSTV

7000mAh બેટરીની સાથે ભારતમાં લોન્ચ થયો Samsung Galaxy F62, અહીંયા જાણો કિંમત અને ફીચર્સ

Last Updated on February 15, 2021 by Ankita Trada

Samsung એ ભારતમાં અધીરાઈથી રાહ જોવાઈ રહેલી ગેલેક્સી F62 ને આખરે ભારતમાં લોન્ચ કરી દીધો છે. આ ફોન Exynos 7nm ચિપસેટની સાથે આવે છે. જે મિડ-રેન્જ સેગમેંટમાં પેશ કરવામાં આવશે. ફોનની ખાસ વાત ક્વાડ કેમરા સેટઅપ અને પંચ હોલ ડિસ્પ્લે છે. સેમસંગે પોતાના નવા ફોનને 23,999 રૂપિયાની શરૂઆતી કિંમતમાં લોન્ચ કર્યો છે. જે તેના બેસ વેરિએન્ટ 6GB+128GB સ્ટોરેજ માટે છે. તે સિવાય ફોનના બીજા વેરિએન્ટ 8GB+128GBની કિંમત 25,999 રૂપિયા રાખવામાં આવી છે. ગ્રાહક ફોનને 22 ફેબ્રુઆરીથી ફ્લિપકાર્ટ, રિલાયંસ ડિજિટલ સ્ટોર અને સેમસંગના ઓફલાઈન રિટેલરથી ખરીદી શકે છે.

2500 રૂપિયાનું કેશબેક પણ મળશે

ફોનની ખરીદી પર કંપનીએ કેશબેક ઓફરની પણ જાહેરાત કરી છે. ફોન ખરીદવા માટે જે ગ્રાહક ICICI ક્રેડિટ અને ડેબિટ કાર્ડનો વપરાશ કરશે, તેમને 2500 રૂપિયાનું કેશબેક પણ મળશે. કંપનીએ આ ફોનને લેજર બ્લૂ, લેજર ગ્રે અને લેજર ગ્રીન કલરમાં ઉપલબ્ધ કરાવ્યું છે.

ફોનમાં કંપનીનું એક્સીનોસ 9825 પ્રોસેસર

ફોનના ફુલ સ્પેસિફિકેશંસની વાત કરીએ તો સેમસંગ ગેલેક્સી F62માં 6.7 ઈંચની સુપર AMOLED+ ઈનફિનિટિ-O ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. ફોનમાં કંપનીનું એક્સીનોસ 9825 પ્રોસેસર આપ્યું છે. આ ફોનને 6GB રેમ અને 8GB રેમની સાથે 128GB ઈન્ટરનલ સ્ટોરેજની સાથે લોન્ચ કર્યું છે. જે માઈક્રો SD થકી 1TB સુધી વધારી શકાય છે આ ફોન એન્ડ્રોયડ 11 પર બેસ્ડ વન યૂઆઈ 3.1 પર કામ કરે છે.

ફોનમાં 64 મેગાપિક્સલ ક્વાડ કેમરા

કેમરા તરીકે ગેલેક્સી F62 માં ક્વાડ રિયર કેમરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેમાં 64 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમરો, 12 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઈડ, 5 મેગાપિક્સલનો મેક્રો અને 5 મેગાપિક્સલનું ડેપ્થ સેંસર આપવામં આવ્યું છે. ફોનમાં ફ્રંટ તરીકે સેલ્ફી કોલિંગ માટે 32 મેગાપિક્સલ કેમરા આપવામાં આવ્યો છે.

કનેક્ટિવિટી માટે આ સ્માર્ટફોનમાં 4G VoLTE

પાવર માટે ગેલેક્સી F62 માં 7000mAh ની દમદાર બેટરી આપવામાં આવી છે. જે 25W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવે છે. કનેક્ટિવિટી માટે આ સ્માર્ટફોનમાં 4G VoLTE, બ્લૂટૂથ 5.0, વાઈ-ફાઈ, એનએફસી, જીપીએસ, જીપીઆરએસ, માઈક્રો-યૂએસબી જેવી કનેક્ટિવિટી ફીચર્સ આપવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

Health / દૂધ નહિ પણ આ વસ્તુ છે કેલ્શિયમનો ભંડાર, આજે જ ઉમેરો ભોજનમાં અને મેળવો આશ્ચર્યજનક ફાયદા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!