લૉન્ચ થયો 4 રિયર કેમેરાવાળો દુનિયાનો પહેલો સ્માર્ટફોન Samsung Galaxy A9 (2018)

સેમસંગે દુનિયાનો સૌપ્રથમમ 4 રિયર કેમેરા વાળો સ્માર્ટફોન Samsung Galaxy A9 (2018) લૉન્ચ કરી દીધો છે. ફોનનું લૉન્ચિંગ ગુરુવારે મલેશિયાના કુઆલાલંપુરમાં આયોજિત એક ઇવેન્ટમાં કરવામાં આવ્યું. Samsung Galaxy A9 (2018)ની સૌથી મોટી ખાસિયત એ છે કે Samsung Galaxy A9 (2018) 4 રિયર કેમેરા સાથે લૉન્ચ કરવામાં આવ્યો છે અને તે 4 રિયર કેમેરા વાળો દુનિયાનો પ્રથમ સ્માર્ટફોન બની ગયો છે. તમને જણાવી દઇએ કે ગેલેક્સી એ7ને ત્રણ રિયર કેમેરા સાથે લૉન્ચ કરવામાં આવ્યો હતો.

Samsung Galaxy A9 (2018)ના સ્પેસિફિકેશન

આ ફોનમાં ડ્યુઅલ સિમ સપોર્ટ સાથે એન્ડ્રોઇડ ઓરિયો 8.1 અને 6.3 ઇંચની ફુલ એચડી પ્લસ સુપર એમોલેડ ડિસ્પ્લે છે. આ ઉપરાંત આ ફોનમાં ક્વૉલકોમનું સ્નેપડ્રેગન 660 પ્રોસેસર, 8જીબી સુધી રેમ અને 128 જીબી સુધી સ્ટોરેજ મળશે.

સેમસંગ ગેલેક્સી એ9 2019માં 4 રિયર કેમેરા છે જેમાં એક 24 મેગાપિક્સલનો મુખ્ય લેન્સ છે, બીજો લેન્સ 10 મેગાપિક્સલનો ટેલિફોટો છે જેમામં 2x ઓપ્ટિકલ ઝૂમ મળે છે. ત્રીજો લેન્સ 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ એન્ગલ લેન્સ અને ચોથો 5 મેગાપિક્સલનો લેન્સ છે. ચારેય કેમેરા એક જ લાઇનમાં ઉપરથી નીચે તરફ છે. ફ્રન્ટમાં 24 મેગાપિક્સલનો કેમેરા છે.

Samsung Galaxy A9 (2018)માં 3800 mAhની બેટરી છે જે ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. તેમાં ફોનના પાવર બટનમાં જ ફિંગરપ્રિન્ટ સેન્સર મળશે.

Samsung Galaxy A9 (2018)ની કિંમત

Samsung Galaxy A9 (2018)ની શરાતની કિંમત 599 યૂરો એટલે કે આશરે 51,300 રૂપિયા છે. જો કે Samsung Galaxy A9 (2018)ની ભારતમાં કેટલી કિંમત હશે તે અંગે હજુ કોઇ ખુલાસો થયો નથી. આ ફોન બબલગમ પિંક, કેવિયર બ્લેક અને લેમોનેડ બ્લૂ કલર વેરિએન્ટમાં મળશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter