સેમસંગના 4 રિયર કેમેરાવાળા સ્માર્ટફોનની કિંમતનો થયો ખુલાસો

સેમસંગે હાલમાં જ મલેશિયાના કુઆલાલમ્પુરમાં સેમસંગ ગેલેક્સી એ9 2018ને લોન્ચ કર્યો છે. Samsung Galaxy A9 (2018)માં 4 રિયર કેમેરા આપવામાં આવ્યા છે. તો હવે ગેલેક્સી એ9 2018 ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ થવાનો છે, જોકે, ફોનની લોન્ચિંગ પહેલા તેની કિંમત લીક થઈ ગઈ છે. 91Mobilesની રિપોર્ટ મુજબ સેમસંગ ગેલેક્સી એ9 2018ની ભારતમાં કિંમત 39,000 રૂપિયા હશે. આ ફોનની કિંમતની જાણકારી સેમસંગની વેબસાઈટના સોર્સ કોડ પરથી મળી છે.

સેમસંગ ગેલેક્સી એ9 2018ની સૌથી મોટી ખાસિયતની વાત કરીએ તો Samsung Galaxy એ9 (2018)માં 4 રિયર કેમેરા આપવામાં આવ્યા છે અને આ રીતે 4 રિયર કેમેરાવાળો આ વિશ્વનો પ્રથમ સ્માર્ટફોન થઈ ગયો છે.

Samsung Galaxy A9 (2018)ની સ્પેસિફિકેશન

આ ફોનમાં ડ્યુઅલ સિમ સપોર્ટની સાથે એન્ડ્રૉઈડ ઓરિયો 8.1 અને 6.3 ઈંચની ફૂલ એચડી પ્લસ સુપર એલોમેડ ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યુશન 1080×2280 પિક્સલ છે. આ સિવાય આ ફોનમાં ક્વૉલકૉમનું સ્નેપડ્રેગન 660 પ્રોસેસર, 8 જીબી સુધી રેમ અને 128 જીબી સુધીની સ્ટોરેજ મળશે, જેને 512 જીબી સુધી મેમરી કાર્ડની મદદથી વધારી શકાશે.

સેમસંગ ગેલેક્સી એ9 2018માં 4 રિયર કેમેરા છે, જેમાં એક 24 મેગાપિક્સલનો મુખ્ય લેન્સ છે, જેનો અપર્ચર f/1.7 છે. બીજો લેન્સ 10 મેગાપિક્સલનો ટેલીફોટ છે, જેમાં 2x ઑપ્ટિકલ ઝૂમ મળે છે. ત્રીજો લેન્સ 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ એન્ગલવાળો અને ચોથો લેન્સ 5 મેગાપિક્સલનો છે. ચારેય કેમેરા એક જ લાઈનમાં ઉપર નીચે તરફ છે. તો ફ્રન્ટ કેમેરા 24 મેગાપિક્સલનો છે.

Galaxy A9 (2018)માં 3800 એમએએચની બેટરી છે, જે ફાસ્ટ ચાર્જિગને સપોર્ટ કરે છે. આ સિવાય તેમાં ક્નેક્ટિવિટી માટે 4જી વીઓએલટીઈ, બ્લૂટૂથ v5.0, યૂએસબી ટાઇપ-સી, એનએફસી અને 3.5 એમએમનો હેડફોન જેક મળશે. ફોનના પાવર બટનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર મળશે. આ ફોન બબ્બલગમ પિંક, કેવિયર બ્લેક અને લેમોનેડ બ્લૂ કલર વેરિએન્ટમાં મળશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter