GSTV
World

Cases
2986380
Active
2350031
Recoverd
355626
Death
INDIA

Cases
86110
Active
67692
Recoverd
4531
Death

આવતા અઠવાડિયે Samsung લઈને આવી રહ્યું છે આ જોરદાર સ્માર્ટફોન

જો તમે સ્માર્ટફોન ખરીદવા જઈ રહ્યા છે તો આવતા અઠવાડીયા સુધી રાહ જોઈ લો. કારણકે ભારતીય બજારમાં બે નવા સ્માર્ટફોન આવતા અઠવાડીએ લૉન્ચ થવા જઈ રહ્યા છે. શાઓમી પોપ્યુલર સ્માર્ટફોન Redmi Note 5 Proનું નેક્સ્ટ મોડલ Redmi Note 6 Pro લઈને આવી રહી છે. જ્યારે સેમસંગ ઈન્ડસ્ટ્રીનો પહેલો ચાર કેમેરા વાળો સ્માર્ટફોન Galaxy A9 (2018) લૉન્ચ કરશે.

22 નવેમ્બરે લૉન્ચ થશે Xiaomiનો Redmi Note 6 Pro, જોણો શું છે ફિચર્સ

સેમસંગનું ઈવેન્ટ 20 નવેમ્બરે છે અને શાઓમી 22 નવેમ્બરે Redmi Note 6 Pro લૉન્ચ કરશે. Galaxy A9 2018ની કિંમત 40 હજાર રૂપિયા હોય તેવી શક્યતા છે. જ્યારે Redmi Note 6 Proની કિંમત કંપનીએ 20 હજાર રૂપિયાની અંદર રાખી છે.

Samsung Galaxy A9 2018 સ્પેસિફિકેશન્સ

આ સ્માર્ટફોનમાં 6.3 ઈંચની ફુલ એચડી પ્લસ ઈનફિનિટી ડિસ્પ્લે આપવામાં આવી છે. એસ્પેક્ટ રેશિયો 18.5:9નો છે અને તેમાં સુપર એમોલેડ પેનલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. Galaxy A9 (2018)માં ક્વાલ્કોમ સ્નેપડ્રેગન 660 પ્રોસેસર આપવામાં આવ્યું છે અને 8GB રેમ છે. બીજુ એક વેરિએન્ચ પણ છે જેમાં 6GB રેમ છે. આ સ્માર્ટફોનની ઈન્ટરનલ મેમરી 128GBની છે. જેને માઈક્રો એસડી કાર્ડની મદદથી વધારીને 512GB સુધીની કરી શકાય છે.

ફોટોગ્રાફ માટે આ સ્માર્ટફોનમાં ક્વાર્ડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. પ્રાઈમરી કેમેરા 24 માગાપિક્સલનો છે. જેનું અપર્ચર f/1.7 છે. બીજો કેમેરો 10 મેગાપિક્સલનો છે જે ટેલિફોટો છે અને તેમાં 2X ઓપ્ટિકલ ઝૂમ આપવામાં આવ્યું છે. ત્રીજો કેમેરા 8 મેગાપિક્સલનો 120 ડિગ્રી વાઈડ એન્ગલ લેન્સ આપવામાં આવ્યો છે જેમાં અપર્ચર f/2.4 છે. ચોથો કેમેરો 5 મેગાપિક્સલનો છે જે ડેપ્થ કેમેરો છે અને તેનો અપર્ચર f/2.2 છે. આમાં ફેસ અનલોક ટેક્નોલોજી પણ આપવામાં આવી છે. ફિંગરપ્રિન્ટ સ્કેનર આ સ્માર્ટફોનના રિયરમાં છે.

Galaxy A9 (2018)માં 3,800mAh છે અને કંપનીએ જણાવ્યા અનુસાર આમાં ફાસ્ટ ચાર્જિંગ આપવામાં આવ્યું છે. કનેક્ટિવિટી માટે આમાં સ્ટેન્ડર્ડ ફિચર્સ આપવામાં આવ્યા છે. આમાં 4G VoLTE, WiFi, Bluetooth 5.0 અને યુએસબી ટાઈપ સી આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં 3.5mm હેડફોન જેક પણ આપવામાં આવ્યું છે.

Read Also 

Related posts

કોરોનામાં કારગત સાબિત ન થઈ એલોપેથી દવા : આર્યુવેદ જ બન્યુ આશાર્વાદ, 157 દર્દી થયા સાજા

Nilesh Jethva

પરિવર્તનનો પવન ફૂંકાયો : હાઇકોર્ટે ધોકો પછાડ્યો અને અમદાવાદનું સિવિલ તંત્ર થયું દોડતું

Nilesh Jethva

લોકડાઉનમાંથી હવે ભગવાનને મળશે છૂટ, આ તારીખથી ગુજરાતમાં ખૂલી શકે છે મંદિરો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!